Health tips:ખરાબ જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે આજે ડાયાબિટીસ સામાન્ય બની ગયું છે. ડાયાબિટીસને કારણે બીજી ઘણી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. મુખ્યત્વે હૃદય રોગનું જોખમ વધારે છે. ડાયાબિટીસ પણ બે પ્રકારનો હોય છે, ટાઇપ વન અને ટાઇપ ટૂ,  બંને પ્રકારના ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલ વધવા લાગે છે. ડાયાબિટીસના દર્દીઓ ખાંડના સ્તરને નિયંત્રિત કરવા માટે ઘઉં અને ચોખા જેવા ખોરાકને ટાળે છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબીના પ્રમાણનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસના દર્દીઓએ તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે તેમના આહારમાં ઓછા કાર્બોહાઇડ્રેટ અને ઉચ્ચ પ્રોટીનનો સમાવેશ કરવો જોઈએ. પરંતુ, ભારતનો મુખ્ય ખોરાક ઘઉં અને ચોખા છે, જેમાં કાર્બોહાઈડ્રેટ અને હાઈ ગ્લાયસેમિક ઈન્ડેક્સ જોવા મળે છે, જે ખોરાકને પેટમાં  ઝડપથી બ્રેક કરી દે છે. તેના કારણે બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. આજે આ લેખ દ્વારા જાણીએ કે શા માટે ડાયાબિટીસના દર્દીઓએ ઘઉં અને ચોખાને બદલે બાજરીનું સેવન કરવું જોઈએ.


ઘઉં અને ચોખાને બદલે બાજરો અપનાવો


ઘઉં અને ચોખાને બદલે ડાયાબિટીસના દર્દીઓ કેટલીક કઠોળનું સેવન કરી શકે છે જેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને કેલરી ઓછી હોય છે. આ સાથે તેઓ બાજરી અને રાગીના લોટનું પણ સેવન કરી શકે છે. બાજરી અને રાગીના લોટનું સેવન વિવિધ રીતે કરી શકાય છે જેમ કે પરાઠા-રોટલી વગેરે. ફ્રન્ટીયર્સ ઇન ન્યુટ્રિશનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ  જો ડાયાબિટીસથી પીડિત લોકો તેમના રોજિંદા આહારમાં બાજરીનું સેવન કરે છે તો બ્લડ સુગર લેવલમાં 12 થી 15%નો ઘટાડો થઈ શકે છે. ઘણા સંશોધનોમાં, એવું જાણવા મળ્યું છે કે બાજરાનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 52.7 છે, જે દળેલા ચોખા અને શુદ્ધ ઘઉં કરતાં લગભગ 30 ટકા ઓછો જીઆઇ વાળો છે.


બાજરાના સેવનના ફાયદા



  • બાજરીનું સેવન શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારીને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે.

  • ડાયાબિટીસ હોવાને કારણે હૃદય રોગનો ખતરો રહે છે. બાજરીનું સેવન હૃદયની ઘણી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.

  • બાજરીમાં ફાઈબર મળી આવે છે, જે પેટમાં ખોરાકને ધીમે ધીમે પચાવે છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે.


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો