યોગમાં ઘણા પ્રકારના આસન છે, આ દિવસોમાં નગ્ન યોગાસન પણ ઘણી ચર્ચામાં છે. નગ્ન એટલે કે યોગ દરમિયાન લોકોએ પોતાના કપડા ઉતારવા પડે છે. નગ્ન યોગ તમને તમારી જાતને પ્રેમ કરવાનું શીખવે છે. આ યોગ દરમિયાન શરીર પર કોઈપણ પ્રકારનું વસ્ત્ર પહેરવામાં આવતું નથી. આ યોગ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે.
મહિલાઓ માત્ર આ યોગમાં વિશ્વાસ જ નથી કરતી પણ તેને ખૂબ આરામથી કરે પણ છે. કેટલાક દેશોમાં આ પ્રકારના યોગ ખુલ્લા મેદાનમાં કરવામાં આવે છે.માત્ર સેલિબ્રિટી જ નહીં પરંતુ હવે સામાન્ય લોકો પણ નગ્ન યોગ અપનાવવા લાગ્યા છે. ભારતમાં લોકો ખુલ્લેઆમ નહીં પરંતુ બંધ રૂમની અંદર આ યોગ કરે છે. લોકો ઘણીવાર તેને અશ્લીલતા સાથે જોડે છે પરંતુ તેના ફાયદાઓને કેવીરીતે અવગણી શકાય.
નગ્ન યોગના ફાયદા
નગ્ન યોગની સૌથી ખાસ વાત એ છે કે જે આ રીતે જે પણ યોગ કરે છે તેને કોઈ પણ પ્રકારનું બંધન મહેશુસ થતું નથી, આમાં માં શાંત થાય છે તેમજ શરીર અને આત્માનો મિલાપ થાય છે. જો તમે ડિપ્રેશન કે સ્ટ્રેસથી પીડાતા હોવ તો તમારે બંધ રૂમમાં નગ્ન યોગ કરવા જોઈએ. તેનાથી તમને મૂડ સ્વિંગમાં ફાયદો થશે.
એક રિસર્ચ અનુસાર, જે લોકો નગ્ન યોગ કરે છે તેઓ વધુ સ્વતંત્ર અનુભવે છે. તેનાથી તમારો માનસિક વિકાસ સુધરે છે. જ્યારે તમારો આત્મા તમારા શરીરને સમજી શકે છે, ત્યારે તમને તણાવમાંથી મુક્તિ મળે છે. નગ્ન યોગ કરવાથી શરીરની મુદ્રામાં સુધારો થાય છે. જે લોકો આ કરે છે તેઓ તેમના શરીરમાં ઘણી રીતે સુધારણા જુએ છે. આ માનસિક વિકાસ તરફ પણ દોરી જાય છે.
આત્મવિશ્વાસ વધે છે
નગ્ન યોગ કરવાથી આત્મવિશ્વાસ વધે છે. તમારી અંદર સકારત્મક ઉર્જા આવે છે. તમે માનસિક તણાવ, ચિંતા, થાક અને હતાશા જેવી ગંભીર બીમારીઓથી દૂર રહો છો. દરેક વ્યક્તિએ રોજ યોગ કરવો જોઈએ. જો તમે રોજ યોગ કરશો તો તમે પણ તમારી જાતને પ્રેમ કરવા લાગશો.
ત્વચા ચમકદાર બને છે
નગ્ન યોગ કરવાથી ચહેરા પર ચમક આવે છે. આમ કરવાથી શરીરનો આકાર પણ સુધરવા લાગે છે. દરરોજ યોગ કરવાથી તણાવ અને હતાશા તમારી પાછળ નથી આવતા. તેનાથી તમારા ચહેરા પર ચમક આવે છે. જો તમે તમારા શરીરને આકારમાં રાખવા અથવા વાળ અને ત્વચાની ચમક વધારવા માંગતા હોવ તો નગ્ન યોગ ખૂબ જ ફાયદાકારક છે.