Milk Side Effect:દૂધ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. યોગ્ય વૃદ્ધિ અને વિકાસ માટે લોકો મોટાભાગે તેમના આહારમાં દૂધનો સમાવેશ કરે છે, પરંતુ તેના ફાયદા મેળવવા માટે, તે યોગ્ય માત્રામાં પીવું મહત્વપૂર્ણ છે. ઘણા લોકો એવું માને છે કે તમે જેટલું દૂધ પીશો તેટલો ફાયદો મળશે. જોકે આ સંપૂર્ણપણે સાચું નથી. આવો જાણીએ એક દિવસમાં કેટલું દૂધ પીવું જોઈએ.


દૂધ હંમેશા પૌષ્ટિક અને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. આના વિના તંદુરસ્ત આહાર અધૂરો લાગે છે. ખાસ કરીને ઘરના વડીલો બાળકોને તેમના યોગ્ય વિકાસ અને વૃદ્ધિ માટે પુષ્કળ પ્રમાણમાં દૂધ આપે છે. જો કે, કોઈપણ વસ્તુનો લાભ મર્યાદિત માત્રામાં લેવાથી જ મેળવી શકાય છે. વધારે પડતી કોઈપણ વસ્તુ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. દૂધ સાથે પણ કંઈક આવું જ થાય છે.


ઘણા લોકો માને છે કે, યોગ્ય શારીરિક વિકાસ માટે પુષ્કળ દૂધ જરૂરી છે. જો કે, આ સંપૂર્ણપણે સાચું નથી. એ વાત સાચી છે કે, દૂધ એ સંપૂર્ણ આહારનો ભાગ છે, પરંતુ તેને પીવાનું મર્યાદિત પ્રમાણ છે. શરદી, ઉધરસ, અપચો, ઝાડા, ચામડીના રોગો વગેરેમાં દૂધ બિલકુલ ન પીવું જોઈએ. આ સિવાય દૂધ પીવું એ લોકો માટે પણ હાનિકારક સાબિત થઈ શકે છે જેમને દૂધની એલર્જી હોય છે, જેને લેક્ટોઝ અસહિષ્ણુતા કહેવાય છે. ચાલો જાણીએ કોના માટે અને કેટલું દૂધ પીવું ફાયદાકારક છે.


કેટલું દૂધ પીવું યોગ્ય છે


સ્વસ્થ વ્યક્તિએ નિયમિતપણે દૂધ પીવું જોઈએ. તેમાં હાજર કેલ્શિયમ, વિટામિન બી12, વિટામિન ડી, કેલરી, પોટેશિયમ, પ્રોટીન અને હેલ્ધી ફેટ શરીરને જરૂરી પોષણ પ્રદાન કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, રાષ્ટ્રીય આહાર માર્ગદર્શિકા ભલામણ કરે છે કે પુખ્ત વ્યક્તિએ દરરોજ 3 કપ (750ml) દૂધ પીવું જોઈએ અને બાળકો માટે 1 થી 2.5 કપ દૂધ પર્યાપ્ત છે.


જો કે, દરેક વ્યક્તિની શારીરિક જરૂરિયાતો અનુસાર આ માત્રામાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. સંતુલન વિશે વાત કરીએ તો, દરરોજ 500 મિલી દૂધ પણ શરીરની કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતું છે.


વધુ પડતું દૂધ પીવાના ગેરફાયદા


સ્વીડનમાં થયેલા એક રિસર્ચ અનુસાર, 3 કપથી વધુ દૂધ પીવાથી હિપ ફ્રેક્ચર, હાડકાની સમસ્યા અને મૃત્યુનું જોખમ વધી જાય છે. તેથી, આ મિથક પર વિશ્વાસ ન કરો કે વધુ દૂધ પીવાથી  હાડકાં મજબૂત બને છે. બાળકોને વધુ પડતું દૂધ પીવડાવવાથી દૂધમાં રહેલી કેલરી પેટ ભરેલું લાગે છે, જેના કારણે બાળક ખોરાક લેવામાં પણ પછી  રસ લઈ શકતું નથી.


તે જ સમયે, વધુ પડતું દૂધ પીવાથી તેમાં આયર્નની માત્રા ઓછી થઈ જાય છે. ખાસ કરીને ફેરીટીન નામનું આયર્ન જે આયર્નના સંગ્રહ તરીકે શરીરમાં હાજર હોય છે. તેનાથી આયર્નની ઉણપનો એનિમિયા થવાની સંભાવના વધી જાય છે.


ફ્લેવર્ડ મિલ્ક કેટલું સલામત છે?


તમારા આહારમાં ફ્લેવર્ડ મિલ્કની માત્રા સામાન્ય દૂધ કરતાં ઓછી રાખો, કારણ કે સ્વાદ વધારવાની પ્રક્રિયામાં તેનું પોષણ મૂલ્ય ઘટી જાય છે. આપ દૂધના ઓપ્શનમાં , બદામનું દૂધ, સોયા દૂધ જેવા દૂધના અન્ય વિકલ્પો પર પણ વિચાર કરી શકો છો.