Health:દેશી ઘી તેના સ્વાસ્થ્ય લાભ માટે મોટાભાગના ઘરોમાં ઉપયોગમાં લેવાય છે. તો કેટલાક લોકો વાળ અને ત્વચાની સંભાળમાં પણ ઘીનો ભરપૂર ઉપયોગ કરે છે. પરંતુ તેનો ફાયદો ત્યારે જ મળી શકે છે જ્યારે તે અસલી હોય. તમને જણાવી દઈએ કે નકલી ઘી પણ બજારમાં આડેધડ વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, તેની ચકાસણી કઇ રીતે કરશો જાણીએ
ઘી માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પણ ત્વચા અને વાળ માટે પણ ઉપકારક છે. આ કારણે મોટાભાગના ઘરોમાં ઘીનો ઉપયોગ એકદમ સામાન્ય છે. પરંતુ જો તમે બજારમાંથી દેશી ઘી મંગાવશો તો તે નકલી અશુદ્ધ ઘી પણ હોઈ શકે છે. જેનો ઉપયોગ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં ઘી અસલી છે કે નકલી તે કેવી રીતે પારખશો, જાણીએ
ભેળસેળના આ જમાનામાં દેશી ઘી પણ તેનાથી અછૂત નથી. શુદ્ધ ઘી બનાવવું ઘણુ મોંઘુ પડતું હોવાથી ઘણા નફાખોર વેપારીઓ વનસ્પતિ ઘી, બટેટા, શક્કરીયા, હાઇડ્રોજનયુક્ત તેલ અથવા નાળિયેર તેલનું તેમાં ભેળસેળ કરે છે. આવી સ્થિતિમાં, તમે કેટલીક પદ્ધતિથી અસલી નકલીની ઓળખ કરી શકો છો. તો ચાલો જાણીએ આ પદ્ધતિઓ વિશે.
આ રીતે કરો દેશી ઘીની ચકાસણી
મીઠું તમને અસલી અને નકલી ઘી ઓળખવામાં મદદ કરી શકે છે. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી લો. હવે તેમાં અડધી ચમચી મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી તેને લગભગ વીસ મિનિટ માટે આમ જ રહેવા દો. જો આ દરમિયાન ઘીનો રંગ બદલાઈ જાય તો આ ઘી નકલી છે. જ્યારે દેશી ઘીનો રંગ બિલકુલ બદલાતો નથી.
ઘી શુદ્ધ છે કે ભેળસેળવાળું આ રીતે કરો ટેસ્ટ
ઘી શુદ્ધ છે કે, ભેળસેળવાળું છે તે ઓળખવા માટે પાણીની મદદ પણ લઈ શકાય છે. આ માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી ઘી નાખો. જો ઘી પાણીમાં ઉપર તરફ તરતા લાગે તો આ ઘી શુદ્ર છે. પાણીમાં તરતા બદલે નકલી ઘી તળિયે ડૂબી જાય છે.
આ રીતે પણ શુદ્ધ ઘી ચકાસો
ઘીની શુદ્ધતા ચકાસવા માટે, તમે તેને તમારા હાથની હથેળીઓ પર મૂકીને પણ ચકાસી શકો છો. આ માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર રાખો અને થોડી સેકંડ રાહ જુઓ. શુદ્ધ ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી જેવું છે તેવું જ રહેશે.
ઘીનો રંગ જોઈને તમે નક્કી કરી શકો છો કે તે અસલી છે કે નકલી. આ માટે એક વાસણમાં એક ચમચી ઘી નાખીને ગેસ પર ગરમ કરવા રાખો. જો ઘી ઓગળે ત્યારે તેનો રંગ થોડો બ્રાઉન દેખાવા લાગે તો સમજી લેવું કે તે શુદ્ર છે. નકલી ઘી ધીમે ધીમે પીગળી જશે અને તેનો રંગ પીળો રહેશે.