સવારનો નાસ્તો પોષણથી ભરપૂર હોવો જોઈએ. તેથી, તમે સવારના નાસ્તામાં શું ખાઓ છો તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટાભાગના લોકો સવારની શરૂઆત ફળો ખાવાથી કરે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું ખાલી પેટે ફળ ખાવાથી ફાયદો થાય છે? પરંતુ આજે અમે તમને વિગતવાર જણાવીશું કે કયા ફળો ખાલી પેટ ખાવા જોઈએ અને કયા ન ખાવા જોઈએ?
કેટલાક એવા ફળો હોય છે જેને ખાલી પેટે ન ખાવા જોઈએ. કારણ કે તેનાથી તમારા સ્વાસ્થ્ય અને પેટ ને નુકસાન થશે.
ખાલી પેટે કયા ફળો ખાવા જોઈએ?
ખાટા ફળો
સવારમાં ખાલી પેટે ખાટા ફળો બિલકુલ ન ખાવા જોઈએ. ખાશ કરીને દ્રાક્ષ ખાવાથી બચવું. ખાટા ફળોમાં ભરપૂર માત્રમાં એસિડ હોય છે. જેને ખાવાથી ગેસ, એસિડિટી, અલ્સર અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. સંતરા અથવા મોસંબી ના ખાવા જોઈએ તેમાં સાઈટ્રિક એસિડ હોય છે જે ખાલી પેટે ખાવાથી ઘણા બધા નુકસાન કરી શકે છે.
ખાલી પેટે કેળાં ખાવાથી થતાં નુકશાન
કેળાં ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે કારણ કે તે પોષણ થી ભરપૂર હોય છે. પરંતુ ખાલી પેટે કેળાં ખાવાથી બચવું જોઈએ કારણ કે તેનાથી ઊલટી અને ગભરાહટ થઈ શકે છે.
પાઈનેપલ ખાલી પેટે ન ખાવું
ખાલીપેટે પાઈનેપલ ન ખાવો કારણ કે તે પેટ માટે સારું નથી. પાઈનેપલ વિટામિન સી થી ભરપૂર હોય છે. તેનો પાચનતંત્ર પર ભારે અસર પડે છે. પરંતુકહલી પેટે તેને ખાવાથી પાચન બગડી શકે છે.
કેરી
કેરીની સિઝન હોવા છતાં ખાલી પેટ કેરી ન ખાવી જોઈએ. કારણ કે ખાલી પેટ કેરી ખાવાથી ઘણું નુકસાન થાય છે. તેનાથી પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. તે પાચન પર પણ ભારે અસર કરે છે.
ખાલી પેટે આ ફળો ખાઈ શકાય..
પપૈયું સવારે ખાલી પેટ અવશ્ય ખાવું જોઈએ. આનાથી ઘણો ફાયદો થાય છે. દાડમ અને જામફળ પણ ખાલી પેટ આરામથી ખાઈ શકાય છે, આમાં કોઈ સમસ્યા નથી.
જો તમે તરબૂચ ખાઓ છો તો તે પણ તમારા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે.
Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.