Donkey Skin Trade: ચીનમાં અચાનકથી ગધેડાઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. તેમજ બીજા અન્ય દેશોમાં પણ ગધેડાઓની સંખ્યામાં ઘટાડો જોવા મડી રહ્યો છે. જ્યારે સાંસોધન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ગધેડાઓની વધતી સંખ્યાને મારીને તેમની ચામડીનો વ્યાપાર કરવામાં આવી રહ્યો છે.


બ્રિટનની એક ઓર્ગેનાઇજેશન 'ધ ડંકી સેન્ચ્યૂરી' ના રિપોર્ટ અનુસાર પ્રતિવર્ષ 59 લાખ ગધેડાઓને મારીને તેમની ચામડીમાંથી જેલેટિન નામના તત્વને કાઢવામાં આવે છે,  અને જેલેટિનથી બનેલી દવાઓની દુનિયાભરના માર્કેટમાં ખૂબ માંગ છે.


જેલેટિનના ઉપયોગથી બને છે આ સ્પેશ્યલ દવાઓ - 
ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવતા જિલેટીનને એજિયો કહેવામાં આવે છે. આ જિલેટીનનો ઉપયોગ ચીનમાં જે જૂની દવાઓ છે તેને બનાવવામાં આ જિલેટીનનો ઉપયોગ થાય છે. ઉર્જા અને શક્તિ વધારવા માટે આ પ્રકારની દવા દવાઓ વપરાય છે.


આ ઉપરાંત જિલેટીનનો ઉપયોગ એનિમિયાથી લઈને સ્કિન કેર અને બ્યુટી પ્રોડક્ટ્સ સુધી દરેક વસ્તુમાં થાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ચીનમાં એજિયોનો ઉપયોગ ચા થી લઈને ખાવાની વસ્તુઓમાં થાય છે.


એજિયો ગધેડાની ચામડીમાંથી કાઢવામાં આવેલા કૉલેજનમાંથી બનાવવામાં આવે છે, જ્યારે તેને ગધેડાની ચામડીમાંથી બહાર કાઢવામાં આવે છે, ત્યારે તે ગોળીઓના પ્રવાહીમાં ભળી જાય છે. પછી તે અન્ય વસ્તુઓમાંથી ઉત્પન્ન થાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનમાં એજિયોની ભારે માંગ છે, પરંતુ પુરવઠો મર્યાદિત છે. પાકિસ્તાન જેવા દેશોમાંથી ચીનને મોટી સંખ્યામાં ગધેડા સપ્લાય કરવામાં આવે છે.


Disclaimer: આર્ટિકલમાં સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.