Lila chana Benefits:શિયાળામાં ઉપલબ્ધ અનેક શાકભાજીમાંથી એક લીલા ચણા છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા પોષણથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે. તો ચાલો જાણીએ તેનું સેવન કેવી રીતે કરવું.


શિયાળામાં ખાદ્યપદાર્થોની ઘણી વિવિધતા જોવા મળે છે. તેનું યોગ્ય રીતે સેવન કરવાથી તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો. પાલક, મેથી, ગાજર,  મૂળો, સરસવની સાથે આ ઋતુમાં જોવા લીલા ચણા પણ ખૂબ જ આવે છે.  જે કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, ફાઇબર, આયર્ન અને ઘણા જરૂરી વિટામિન્સનો ખજાનો છે. તો તેના સેવનથી સ્વાસ્થ્યને મહત્તમ લાભ  થાય છે.


લીલા ચણા કેમ છે ફાયદાકારક


લીલા વટાણામાં પ્રોટીનનું પ્રમાણ હોય છે. જે આપણા સ્નાયુઓ, આંખો અને વાળ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેની સાથે લીલા ચણામાં વિટામિન એ અને સી પણ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના કારણે ચેપી રોગો દૂર રહે છે. તેની સાથે લીલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ તત્વો પણ હોય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં અસરકારક છે.


લીલા ચણા ચાટ બનાવવા માટે પહેલા લીલા ચણાને ધોઈ લો. આ પછી તેને મીઠાના પાણીમાં થોડું ઉકાળી બાફી લો, તેમાં  ડુંગળી અને ટામેટાને ઝીણા સમારી લો. તેની સાથે લીલા મરચા અને લીલા ધાણાને કાપીને તેમાં નાખો.  આપ અહીં લાલ ડુંગળીને બદલે લીલી ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો છો.  જેના કારણે ટેસ્ટ અને ન્યુટ્રીશન બંને વધશે. થોડું લીંબુ નિચોવી અને થોડું મીઠું ઉમેરીને લીલા ચણા ચાટનો આનંદ લો.


Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન


Disadvantages of Eating Salt: આહાર સાથે વધુ પડતું મીઠું ખાવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેના વિના તમે ભોજનનો સ્વાદ નથી આવતો. પરંતુ તેનો અતિરેક અનેક સમસ્યાને નોતરે છે.


જો આપ આપના  ભોજનમાં વધુ પડતું મીઠું  લો છો તો આ આદત સારી નથી. આ આદત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે મીઠું ખાવું તમારા માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે.જો કે મીઠું એક એવી વસ્તુ છે જેના વિના ખાવાની મજા નથી આવતી, પરંતુ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો તે તમારા શરીર માટે પણ ખતરનાક સાબિત થઈ શકે છે.


વારંવાર પેશાબ


વારંવાર પેશાબ કરવો એ એક મોટી નિશાની છે કે તમે વધુ પડતું મીઠું ખાઓ છો. મોટેભાગે, તમને પેશાબ કરવા માટે મધ્યરાત્રિએ જાગવાની જરૂર પડી શકે છે. જો કે, તે UTI, પ્રકાર 2 ડાયાબિટીસ અને ઓવરએક્ટિવ મૂત્રાશય જેવી અન્ય ઘણી સ્થિતિઓનું લક્ષણ છે. આ બધી બીમારીઓ વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી થઈ શકે છે.


સતત તરસ


વધુ પડતું મીઠું ખાવાથી તમને મોટાભાગે તરસ લાગી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે સોડિયમ કન્ટેન્ટવાળા ખોરાક તમારા શરીરનું સંતુલન બગાડે છે. આની ભરપાઈ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે પુષ્કળ પાણી પીવું.


વિચિત્ર સ્થળોએ સોજો


વધુ પડતા મીઠાનું સેવન કરવાથી શરીરના જુદા જુદા ભાગોમાં સોજો આવી શકે છે. આ એક કારણ હોઈ શકે છે જેના કારણે તમારા શરીરના કેટલાક ભાગોમાં સોજો આવી જાય છે. પગની આંગળીઓ પર અને   આસપાસ સોજો અનુભવાય છે. આ સોજો શરીરમાં વધુ પડતા પ્રવાહીને કારણે થાય છે અને તેને એડીમા તરીકે ઓળખવામાં આવે છે.


આપને ખાવું બોરિંગ લાગે છે


શું તમને સમયાંતરે તમારા ખોરાકમાં વધુ મીઠું ઉમેરવાની જરૂર લાગે છે? શું આપને  ખાવું પણ બોરિંગ લાગે છે ? આ કદાચ એટલા માટે છે કારણ કે તમને વધુ પડતું મીઠું ખાવાની આદત છે.  આપની ટેસ્ટ બડસ તે  સ્વાદની અનુરૂપ બની જશે.


અવારનવાર માથાના દુખાવો થવો હળવાશ


શું તમને વારંવાર હળવો માથાનો દુખાવો થાય છે? એવી શક્યતાઓ છે કે, આ માથાનો દુખાવો  ડિહાઇડ્રેશનને કારણે હોઈ શકે છે. મીઠાનું સેવન કરવાથી તમને ડિહ્રાઇડ્રેશન થાય છે અને તેના કારણે  માથાનો દુખાવો થઈ શકે છે. આ દુખાવાથી છુટકારો મેળવવા માટે પુષ્કળ પાણી પીવો.


Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો