skin care:નારિયેળ પાણી પીવાથી ત્વચાને સ્વસ્થ રાખી શકાય છે, પરંતુ તેને લગાવવાથી ચહેરા પરના પિમ્પલ્સ દૂર કરી શકાય છે. આ માટે કોટનને નારિયેળના પાણીમાં પલાળી રાખો અને તેને થોડા સમય માટે પિમ્પલ્સ પર રાખો.
શુષ્ક ત્વચાની સમસ્યામાં કારગર
ઉનાળામાં પણ લોકોને શુષ્ક ત્વચાની સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેના કારણે ચહેરો પણ નિર્જીવ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, તમે નારિયેળ પાણીમાં હાજર એન્ટીઑકિસડન્ટો અને નેચરલ શુગરથી ત્વચાની શુષ્કતા દૂર કરી શકો છો.
ટોનર તરીકે કરો ઉપયોગ
ઉનાળામાં ત્વચાની સંભાળ માટે તમે ટોનર પણ બનાવી શકો છો. આ માટે એક સ્પ્રે બોટલમાં નારિયેળ પાણી લો અને તેમાં ગુલાબ જળ ઉમેરો. દરરોજ રાત્રે સૂતા પહેલા આ ટોનરને ચહેરા પર સ્પ્રે કરો.
ટેનિંગ દૂર કરો
ઉનાળામાં ટેનિંગની સમસ્યા થવી સામાન્ય વાત છે. ટેનિંગ અથવા સનબર્ન દૂર કરવા માટે તમારે નારિયેળ પાણીથી બનેલો ફેસ પેક ચહેરા પર લગાવવો પડશે. આ માટે મુલતાની માટી લો અને તેમાં જરૂર મુજબ નારિયેળ પાણી મિક્સ કરો અને તેને ચહેરા પર લાગવો. સુકાઈ ગયા પછી તેને સાદા પાણીથી વોશ કરી લો.
ડાર્ક સર્કલમાં કારગર નારિયેળ પાણી
ત્વચા પરના ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે નારિયેળ પાણીની મદદ પણ લઈ શકો છો. એક વાટકીમાં નારિયેળ પાણી લો અને તેમાં થોડી હળદર મિક્સ કરો. આપ તેમાં ચંદન પાવડર પણ ઉમેરી શકો છો. આ પેસ્ટને લગભગ 10 મિનિટ સુધી લગાવ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.