Christmas Costume Ideas for kids: બાળકોનો પ્રિય તહેવાર ક્રિસમસ ટૂંક સમયમાં આવી રહ્યો છે. ખુશીનો આ તહેવાર ક્રિસમસ દર વર્ષે 25 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે બાળકોને ચોકલેટ, કેક અને ભેટ આપવામાં આવે છે. નાતાલની સાંજે લોકો પોતાને સાંતા તરીકે વેશપલટો કરે છે અને બાળકો અને પુખ્ત વયના લોકોને ભેટો આપે છે. નાના બાળકો આ દિવસે સાંતાના ડ્રેસ પહેરીને ખૂબ જ સુંદર લાગે છે. જો તમે પણ આ વર્ષે તમારા બાળકને સાન્તાક્લોઝ બનાવવાનું વિચારી રહ્યા છો, તો આ બાબતો પર ધ્યાન આપવાનું ભૂલશો નહીં.


કપડાં


આ ક્રિસમસ પર જો તમે પણ તમારા બાળકને સાન્ટા બનાવવાનું વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા બજારમાંથી બાળકના સાઈઝના સાન્તાક્લોઝના કપડા ખરીદો. ઘણી વખત માતા-પિતા પૈસા બચાવવા માટે બાળક માટે સાઇઝનો મોટો ડ્રેસ ખરીદે છે જેથી તે આવતા વર્ષે પણ પહેરી શકે. આવું બિલકુલ ન કરો. બાળક માટે હંમેશા તેની સાઈઝનો ડ્રેસ ખરીદો


ઠંડીનું રાખો ધ્યાન 


ક્રિસમસ આવતા સુધીમાં ઠંડીનું પ્રમાણ ઘણું વધી જાય છે. જેના કારણે બાળક બીમાર પણ પડી શકે છે. આવી સ્થિતિમાં બાળકને સાન્તાક્લોઝના કપડાં પહેરાવતા પહેલા અંદર ગરમ કપડાં પહેરવો પરંતુ આ કરતી વખતે ધ્યાન રાખો કે બાળકના અંદરના કપડાં સાન્તાક્લોઝના ડ્રેસથી સારી રીતે ઢંકાયેલા રહે.


કેપ ભૂલશો નહીં


બાળકને સાન્ટાનો દેખાવ આપવા માટે પોમ્પોમ સાથે સાંતાની કેપ પહેરાવો. આ સાથે અન્ય બાળકો માટે ભેટવાળી નાની લાલ રંગની થેલી પણ ખભા પર લટકાવી દેવી જોઈએ.


બેલ્ટ


જો તમે ઇચ્છો છો કે બાળક સંપૂર્ણપણે વાસ્તવિક દેખાય તો પછી તેને બ્લેક બેલ્ટ અને કાળા ચળકતા બૂટ પહેરવાનું ભૂલસો નહી. જો તમે ઈચ્છો તો તેની સાથે સફેદ રંગના મોજા પણ પહેરી શકો છો.


દાઢીનો ઉપયોગ


આજકાલ માર્કેટમાં સાંતાની સફેદ કલરની દાઢી મળી રહે છે.  જેને તમે બાળકના ચહેરા પર લગાવી શકો છો. આ માટે તમારે તેને ચોંટાડવાની જરૂર નથી કારણ કે તેના પર રબર લાગેલું હોય છે. સફેદ દાઢીવાળા બાળકને સફેદ રંગના વાળ અને ચશ્મા પણ પહેરવો.