Migraine Pain:  માઇગ્રેન એક એવી બીમારી છે, જેમાં અસહ્ય માથાનો દુખાવો થાય છે. સામાન્ય રીતે તે માથાના અડધા ભાગમા થાય છે. આ દુખાવો થોડા કલાકથી માંડીને 2થી3 દિવસ સુધી પણ રહી શકે છે.


 માઇગ્રેનના દર્દીને માથામાં દુખાવા સાથે વોમિટ, આંખ, કાનની પાછળ દુખાવો, તેજ રોશનીમાં મુશ્કેલી થવી જેવી સમસ્યાનો સામનો કરવો પડ છે.મોટાભાગના લોકો આ અસહ્ય પીડાથી બચવા માટે પેઇન કિલરનો સહારો લે છે. ડોક્ટરની સલાહ વિના માઇગ્રેનનો ઇલાજ આ રીતે જાતે કરવો પણ હિતાવહ નથી.


તાજેતરમાં થયેલી એક સ્ટડીમાં બહાર આવ્યું છે કે, ડાયટમાં એક ખાસ ચીજ ઉમેરીને આપ માઇગ્રેઇનના પેઇનેને થોડા ઘણે અંશે ઓછું કરી શકે છે. શોધકર્તાનું કહેવું છે કે, ઓમેગા-3 ફેટી એસિડ માઇગ્રેઇનના અડધી પીડાને ઓછી કરી દે છે. ખાસ કરીને યુવા અને મહિલાઓમાં ઓમેગા-3 ફેટીનું વઘુ અસર જોવા મળી છે.


આ સ્ટડી બ્રિટિશ મેડિકલ જર્નલમાં છપાઇ છે. શોધકર્તાના તારણ મુજબ હાઇ ઓમેગા-3 ફેટી  ડાયટ સતત થઇ રહેલા માથાના દુખાવાને ઓછું કરી શકે છે. ફેટી એસિડ સપ્લીમેન્ટસ અને ઓઇલી ફિશ દ્રારા મેળવી  શકાય છે. હાર્ટ માટે પણ ઓમેગા-3 ફેટી અસિડ ખૂબ જ અસરદાર છે.


માઇગ્રેનનના પેઇન માટે આ સ્ટડી 188 લોકો પર કરવામાં આવી હતી. જેમાં 88% મહિલાઓ હતી. આ મહિલાઓની સરેરાશ ઉંમર 38ની આસપાસ હતી. જેને દર મહિને માઇગ્રેઇનનું પેઇન સહન કરવું પડતું હતું.આ મહિલાને ત્રણ ભાગમાં પહેચી દેવાઇ અને તે મુજબ ઓમેગો-3 એસિડની જુદી જુદી માત્રા આપવામાં આવી હતી.


  આ વોલિન્યટર્સને ફિશની સાથે માખણ અને પ્રોટીન યુક્ત ફૂડ આપવામાં આવ્યાં હતા. આ ડાયટ આપ્યા બાદ આ ગ્રૂપમાં માઇગ્રેઇનના અટેકની ફ્રિકવન્સ તપાસ કરાઇ હતી.  સ્ટડીમાં એક દિવસમાં 1.5 ગ્રામ હાઇ ઓમેગા-3 ડાઇટ  લેનારમાં દર મહિને સતત થતાં માઇગ્રેઇનના દુખાવામાં બે વખતની કમી જોવા મળી.


તો આ સ્ટડીનું તારણ છે કે, ડાયટમાં હાઇ ઓમેગા-3  ફેટી એસિડ સામેલ કરવાથી માઇગ્રેનનના અટેકની ફ્રિકવન્સીને ઘટાડી શકાય છે.બ્રિટનના નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર સ્વસ્થ અને સંતુલિત આહારમાં સપ્તાહમાં બે વખત ઓઇલી ફિશ લેવેી જોઇએ. ઓમેગા-3 ફેટી એસિડનો પ્રમુખ સ્ત્રોત માછલી જ છે પરંતુ આ સિવાય આપ સૂકામેવા, અળસી, સુરજમુખી,સરસોના બીજ, સોયાબીન, સ્પાઉટસ, ટોફૂ, ગ્રીન બીન્સ,લીલી શાકભાજી અને સ્ટ્રોબેરી, રસભરી જેવા ફળોને પણ ડાયટમાં સામેલ કરી શકો છો. તેમાં પણ ઓમેગો-3 ફેટી એસિડ હોય છે.


  હેલ્થ એક્સપર્ટ અનુસાર બાયોફીડબેક, યોગ, એક્યુપ્રેશર અને નિયમિત વ્યાયામથી પણ માઇગ્રેઇનની ફ્રકવન્સીને ઘટાડી શકાય છે. ઉપરાંત માઇગ્રેઇન થવાના કારણોથી બચીને પણ તેનાથી દૂર રહી શકાય છે. જેમકે ઘોંઘાટ, તણાવ,વધુ સમય ભૂખ્યા રહેવું, ઉપરાંત અનિયમિત ઊંઘવાના અને જાગવાની આદતને સુધારીને પણ આ સમસ્યાથી થોડા ઘણા અંશે માઇગ્રેઇનની પીડાને ઘટાડી શકાય છે.