Continues below advertisement

Best Roti For Weight Loss: રોટલીએ આપણી થાળીનું મુખ્ય વ્યજંન છે. તે પોષણથી સભર છે. પણ કહેવાય છે કે, ઘઉંની રોટલી વજન વધારે છે, તો જાણીએ કે કયા લોટની રોટલી વેઇટ લોસમાં મદદ કરે છે.

રોટલી ભારતીય રસોડાનો એક અભિન્ન ભાગ છે. ફુલકા હોય કે રોટલી, તે હંમેશા શાકભાજી, દાળ કે કઢી સાથે પ્લેટમાં પીરસાય છે. રોટલી ઉર્જા, કાર્બોહાઇડ્રેટ્સ અને આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો ઉપયોગમાં લેવાતા લોટના આધારે નોંધપાત્ર રીતે બદલાય છે. યોગ્ય લોટ પસંદ કરવાથી  રોટલીને વધુ હેલ્ધી બનાવે  છે.

Continues below advertisement

રોટલી પ્રોટીન, ડાયેટરી ફાઇબર, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ અને બી વિટામિન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બધા મળીને બ્લડ સુગરને સંતુલિત કરવામાં, તૃપ્તિ જાળવવામાં, વજન નિયંત્રિત કરવામાં અને ઉર્જા વધારવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે, લોકો વિવિધ પ્રકારના લોટનો પ્રયોગ કરી રહ્યા છે.

રાગી અને જુવારની વાત આવે ત્યારે, રાગીમાં જુવાર કરતાં થોડું વધારે ફાઇબર હોય છે. એક રાગી રોટલીમાં લગભગ 3.1 ગ્રામ ફાઇબર હોય છે, જ્યારે એક જુવાર રોટલીમાં લગભગ 1.4 ગ્રામ ફાઇબર હોય છે. ફાઇબર પાચનમાં સુધારો કરે છે અને આંતરડાનો સોજો ઘટાડે છે.

ઘઉંની તુલનામાં, રાગી ઘણી રીતે શ્રેષ્ઠ છે. તે ગ્લુટેન-ફ્રી છે, હૃદય માટે સારું માનવામાં આવે છે, અને તેમાં ઉચ્ચ ફાઇબરનું પ્રમાણ વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. તેના પોષક તત્વો પાચનતંત્રને પણ મજબૂત બનાવે છે.

જુવાર અને ઘઉં બંને ફાઇબરના સારા સ્ત્રોત છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે. જુવારની રોટલીમાં રહેલ ફાઇબર વધુ પડતું ખાવાનું અટકાવે છે અને આંતરડાની ગતિમાં સુધારો કરે છે. ઘણા લોકો વજન ઘટાડવા માટે ઘઉંની રોટલી કરતાં તેને વધુ સારો વિકલ્પ માને છે.

ઘઉંની રોટલી વધુ સ્વાદિષ્ટ છે, પરંતુ જેઓ પોતાનું વજન અથવા બ્લડ સુગરને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ જુવાર, બાજરી અથવા રાગી જેવા વિકલ્પ પસંદ કરે તો ઉતમ  છે.  બાજરી ધીમે ધીમે ઉર્જા પૂરી પાડે છે, સુગર સ્પાઇક્સ ઘટાડે છે.

કેટલાક લોકોને રાગી રોટલીનો ઘેરો રંગ ગમતો નથી, પરંતુ તે પોષક રીતે મજબૂત છે. જો કે, જો સ્વાદ અથવા રંગ એક સમસ્યા હોય, તો તેને અન્ય લોટ સાથે ભેળવીને હળવો અને ખાવામાં સરળ બનાવી શકાય છે.

આ જ કારણ છે કે, મિક્સ્ડ મિલેટ એક સારો ઓપ્શન છે. રાગી, જુવાર, બાજરી અને ઘઉં ભેગા થઈને ફુલકા બનાવી શકાય. જે વધુ હેલ્ધી છે. જે ડાયાબિટીસના દર્દીઓથી લઈને વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો સુધી દરેક માટે ફાયદાકારક છે. એન્ટીઑકિસડન્ટ અને ફાઇબરથી ભરપૂર, આ રોટલી તમાર ડેઇલી ડાયટમાં સરળતાથી ફિટ થઈ જાય છે.