સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની કોકિલાબેન અંબાણીને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં મુકેશ અંબાણી પણ પહોંચ્યા હતા. 91 વર્ષીય કોકિલાબેન વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ છે. પરિવારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના પત્ની અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના માતા કોકિલાબેન અંબાણીને ગુરુવારે મોડી રાત્રે  ઇમર્જન્સીમાં HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ માહિતી અમારી ભાગીદાર વેબસાઇટ મિડ-ડે દ્વારા સૂત્રોને ટાંકીને આપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કોકિલાબેન અંબાણી (91) ને ઉંમર સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેઓ વરિષ્ઠ ડોકટરોની દેખરેખ હેઠળ છે. તેમના સ્વાસ્થ્ય વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી અને અંબાણી પરિવારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

કોકિલાબેન અંબાણીની તબિયત અચાનક બગડવાને કારણે, સમગ્ર અંબાણી પરિવાર મુંબઈ પાછો ફર્યો છે અને તેમની સંભાળ સુનિશ્ચિત કરી છે. મુકેશ અને અનિલ અંબાણીએ તેમની માતાના સ્વાસ્થ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી સલાહ મુજબ પગલાં લીધાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલની ટીમ સતત તેમનું નિરીક્ષણ કરી રહી છે. પરિવારના સભ્યોએ હાલમાં આ અંગે કોઈ માહિતી આપી નથી કે કોઈ નિવેદન પણ બહાર પાડ્યું નથી. પરંતુ પરિવારના નજીકના લોકોએ પુષ્ટિ આપી છે કે તેમની સારી સંભાળ રાખવામાં આવી રહી છે.

અહેવાલો અનુસાર, 2002 માં ધીરુભાઈના અવસાન પછી, રિલાયન્સ સામ્રાજ્યના વિભાજન અંગે તેમના પુત્રો વચ્ચેના મતભેદને દૂર કરવામાં કોકિલાબેને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે મધ્યસ્થી તરીકે કામ કર્યું અને પરિવારમાં સુમેળ પુનઃસ્થાપિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી

 

તમને જણાવી દઈએ કે, કોકિલાબેન અંબાણીએ ૧૯૫૫માં ધીરુભાઈ અંબાણી સાથે લગ્ન કર્યા હતા. તેમને ચાર બાળકો છે - મુકેશ અંબાણી, અનિલ અંબાણી, નીના કોઠારી અને દીપ્તિ સાલગાંવકર છે. કોકિલાબેન તેમના મોટા પુત્ર મુકેશ અને તેમના પરિવાર સાથે મુંબઈના એન્ટિલિયામાં રહે છે. તે જ સમયે, તેઓ આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રયાગરાજ મહાકુંભમાં તેમના પરિવાર સાથે જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, કોકિલાબેન અંબાણી રિલાયન્સમાં સૌથી મોટો હિસ્સો પણ ધરાવે છે. તેમની પાસે 1,57,41,322 શેર છે, જે કંપનીની કુલ ઇક્વિટીના લગભગ ૦.24% છે. આનાથી તેમની કુલ સંપત્તિ લગભગ 18,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.