આપણા બધાના હૃદયના ધબકારા સામાન્ય ગતિએ ચાલુ રહે છે. પરંતુ કેટલીકવાર તેમાં કેટલાક ફેરફારો જોવા મળે છે, જેમ કે અચાનક ખૂબ ઝડપી અથવા ખૂબ જ ધીમા થઈ જવા, નિયમિત ન રહેવા કે અચાનક બંધ થવું વગેરે જ્યારે પણ આવું થાય ત્યારે આપણે વિચારવું જોઈએ કે તે એક ખતરનાક સંકેત છે. આને ક્યારેય નજરઅંદાજ ના કરવું જોઇએ કારણ કે તે હૃદય રોગની નિશાની પણ હોઈ શકે છે. ઝડપી અથવા ધીમા ધબકારા


જ્યારે આપણા હૃદયના ધબકારા સામાન્ય કરતા વધુ ઝડપી અથવા ધીમા થઈ જાય છે, ત્યારે તે ગંભીર સમસ્યા બની શકે છે. સામાન્ય રીતે હૃદય દર મિનિટે 60 થી 100 વખત ધબકે છે. જો તે 100 થી વધી જાય એટલે કે તે ખૂબ જ ઝડપી બની જાય અથવા તે 60 થી ઓછું ધબકવાનું શરૂ કરે એટલે કે તે ખૂબ જ ધીમું થઈ જાય તો સમજો કે કંઈક ખોટું થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. આ પણ હૃદય રોગની નિશાની હોઈ શકે છે. અને જો યોગ્ય સમયે સારવાર ન મળે તો જોખમ વધી શકે છે. તેથી તમારા ધબકારા પ્રત્યે સભાન રહો અને ધ્યાન આપો કે તે ઝડપી છે કે ધીમા. આ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.


અનિયમિત હૃદયના ધબકારા


જો આપણા હૃદયના ધબકારા નિયમિત ન હોય એટલે કે એકબીજા વચ્ચેનું અંતરાલ વધે તો તે ગંભીર સમસ્યાની નિશાની છે. સામાન્ય રીતે આપણા હૃદયના ધબકારા વચ્ચેનો સમયગાળો સમાન રહે છે. પરંતુ કેટલીકવાર બે ધબકારા વચ્ચેનું અંતર અચાનક ખૂબ વધી જાય છે કે પછી ઘટી જાય છે. એટલે કે તે નિયમિત રહેતું નથી.આ ગંભીર સમસ્યા સૂચવે છે. તેનાથી હાર્ટ એટેક, ધબકારા ન આવવા વગેરે જેવા હૃદય રોગ જીવલેણ બની શકે છે.


જો તમને અચાનક એવું લાગે કે તમારું હૃદય એક સેકન્ડ માટે બંધ થઈ ગયું છે તો સમજી લો કે આ હૃદયની ગંભીર સમસ્યા છે જેને 'હાર્ટ ફ્લટરિંગ' કહેવાય છે. આ એવી સ્થિતિ છે જ્યારે હૃદયની સમસ્યાને કારણે હૃદયના ધબકારા અચાનક બંધ થઈ જાય છે અને પછી ફરી શરૂ થાય છે. આ સમય દરમિયાન આપણને આંચકા જેવો અનુભવ થાય છે. ફફડવું એટલે હૃદયનું નબળું પડવું અને તેનાથી હાર્ટ એટેક અથવા સ્ટ્રોક થઈ શકે છે. તેથી તેને હળવાશથી ન લેવું જોઈએ.