Health:જો તમે વજન ઘટાડવાના મિશન પર છો, તો તમે હેલ્ધી ડાયટનું મહત્વ સમજ્યા જ હશો અને જ્યારે હેલ્ધી બ્રેકફાસ્ટની વાત આવે છે, તો ઓટ્સ સૌથી મનપસંદ વિકલ્પોમાંથી એક છે.
ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા પરંતુ તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, પ્રોટીન અને પોષક તત્વો હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે ઓટ્સને આખી રાત પલાળીને ખાવા વધુ ફાયદાકારક છે કે પછી રાંધેલા? આવો જાણીએ..
રાતભર ઓટ્સ બનાવવા માટે, ઓટ્સને દૂધ, દહીં અથવા છોડ આધારિત દૂધ (બદામ, સોયા અથવા ઓટ દૂધ) માં રાતભર પલાળી રાખો, તેને રાંધવાની જરૂર નથી, જેના કારણે તેના પોષક તત્વો સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે.
રાતે પલાળેલા ઓટ્સના ફાયદા
- તેમાં દ્રાવ્ય ફાઇબર (બીટા-ગ્લુકેન) ની વધુ માત્રા હોય છે, જે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ઓવર ઇટિંગથી બચાવે છે.
- રાંધવાની જરૂર નથી, જેના કારણે પોષક તત્વોનો નાશ થતો નથી અને તે ઝડપથી તૈયાર થઈ જાય છે.
- જો તમે તેને દહીંમાં પલાળી રાખો તો તે તમારા પાચનતંત્ર માટે ઉત્તમ છે.
- કોઈપણ સમય બગાડ્યા વિના સવારે તંદુરસ્ત નાસ્તો કરવાની એક સરસ રીત પણ છે.
- ઓછી કેલરી, ઉચ્ચ ફાઇબર અને ઉચ્ચ પ્રોટીન હોવાને કારણે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે કયા ઓટ્સ શ્રેષ્ઠ છે?
- જો આપણે વજન ઘટાડવાની વાત કરીએ તો બંને ઓટ્સ ફાઈબર અને પોષણથી ભરપૂર હોય છે, પરંતુ રાતભર પલાળેલા ઓટ્સ વધુ ફાયદાકારક માનવામાં આવે છે કારણ કે તેમાં ધુ ફાઇબર અને પોષક તત્વો જાળવી રાખે છે.
- આને ખાધા પછી, પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જે ઓવર ઇટિંગથી બચાવે છે.
- આમાં પ્રોબાયોટીક્સ હોય છે (જો દહીંમાં પલાળવામાં આવે તો), જે પાચનમાં સુધારો કરે છે.
- મસાલા ઓટ્સ જે પિર્ઝર્વેટિવ્સથી ભરપૂર હોય છે આ રેડી ટૂ કૂક મસાલા ઓટ્સ ફાયદાના બદલે નુકસાન વધુ કરે છે.