Omicron Variant: ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જે વેક્સિનેટ લોકોને અને ઉચ્ચ રોગ પ્રતિકારક ક્ષમતા ધરાવતા લોકોને પણ સંક્રમિત  કરી શકે છે.


 સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. સેકેન્ડ વેવમાં લોકોએ જીવ ગુમાવ્યા. આ પછી થોડી રાહત તો મળી  પરંતુ હવે  કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ દસ્તક આપતા બીમારી વધી રહી છે. . જો કે, કરોડોની સંખ્યામાં રસીકરણ કરવામાં આવ્યું છે. તેમ છતાં પણ ઓમિક્રોન લોકોને સંક્રમિત કરી રહ્યો છે. જેના કારણે તબીબોની ચિંતા વધી છે.


જોકે કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે કોરોનાનું નવું સ્વરૂપ બહુ ચિંતાજનક અને અસરકારક નથી. કેટલાક નિષ્ણાતો માને છે કે થોડા સમય પછી આ વાયરસ રોગમાં ફેરવાઈ જશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન ખાસ કરીને અત્યંત ચેપી સાબિત થયું છે, જે રસીકરણ કરાયેલા અથવા ઉચ્ચ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને પણ અસર કરી શકે છે.


ઓમિક્રોન ગંભીર નથી


સંશોધકનું માનવું છે કે, ભલે ઓમિક્રોનના કેસ પહેલા કરતા ઝડપથી વધી રહ્યાં છે, પરંતુ તે ઘાતક અને ગંભીર નથી. Omicron ના ચેપગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી, તે  હોમ આઇસોલેશનમાં જ રહીને રિકવર થઇ શકે છે.  .


સામાન્ય શરદી કોરોના વાયરસ જેવી થઈ જશે


ફ્રેન્ચ નિષ્ણાત એલેન ફિશર માને છે કે, "કદાચ આપણે ઉત્ક્રાંતિની શરૂઆતને વધુ સામાન્ય વાયરસ તરફ આગળ વધતા જોઈ રહ્યા છીએ." ક્લિનિકલ વાઈરોલોજિસ્ટ જુલિયન ટેંગે ઓમિક્રોનની ગંભીરતા વિશે કહ્યું છે કે, મને હજુ પણ આશા છે કે આગામી એક-બે વર્ષમાં આ વાયરસ અન્ય સામાન્ય શરદીના કોરોના વાયરસ જેવો થઈ જશે.