Omicron variant:ભારત સહિત વિશ્વના તમામ ભાગોમાં ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં, કોરોનાના આ અત્યંત ચેપી પ્રકારથી સંક્રમિત લોકોની સંખ્યા 400ને વટાવી ગઈ છે. આરોગ્ય નિષ્ણાતો ઓમિક્રોનની આ ઝડપથી વધી રહેલી ગતિથી ચિંતિત છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, જે લોકોને બંને રસી આપવામાં આવી છે, તેમાં પણ ઓમિક્રોન ઈન્ફેક્શન જોવા મળી રહ્યું છે. વિદેશમાં જે લોકોએ  બૂસ્ટર ડોઝ લીધા છે, તેઓ પણ આ ચેપથી સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં, મોટો પ્રશ્ન એ છે કે કોરોનાના આ ગંભીર ખતરા સામે કેવી રીતે રક્ષણ મેળવવું?


ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુકે જેવા દેશોના ડેટા દર્શાવે છે કે, ઓમિક્રોન વેરિઅન્ટે ત્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું સ્વરૂપ લીધું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ તેના તાજેતરના અહેવાલમાં કહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટનો ચેપ, જે ઝડપે વધી રહ્યો છે, એવી ધારણા છે કે તે ડેલ્ટા વેરિઅન્ટને પાછળ છોડી દેશે અને વિશ્વના મોટાભાગના ભાગોમાં કોમ્યુનિટિ ટ્રાન્સમિશનનું કારણ બની શકે છે.


ઓમિક્રોન ડેલ્ટા કરતા વધુ ઝડપથી વધી રહ્યો છે


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા વધુ ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધીમાં, કોરોનાનો આ પ્રકાર વિશ્વભરમાં લગભગ 108 દેશોમાં ફેલાયો છે, જ્યાં તેણે ખૂબ જ ઓછા સમયમાં દોઢ લાખથી વધુ લોકોને પોતાનો શિકાર બનાવ્યા છે. ભારતમાં પણ કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, જે પ્રકારના કેસ સામે આવી રહ્યા છે, તેના આધારે કહી શકાય કે, દેશમાં ઓમિક્રોનનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.


શું કહે છે એક્સ્પર્ટ


અત્યાર સુધી નોંધાયેલા ઓમિક્રનના 70 ટકા કેસોની ટ્રાવેલ હિસ્ટ્રી છે.  જેમાં સામાન્ય  ઇન્ફેકશનની પુષ્ટિ  થઇ છે. જો  કે, ઓમિક્રોન ચેપ એવા 30 ટકા લોકોમાં પણ નોંધાયો છે, જેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી અને ન તો તેઓ કોઇ વિદેશથી પરત ફરેલાના સંપર્કમાં આવ્યાં હતા. તેનાથી  સ્પષ્ટ થાય છે કે, દેશમાં આ વેરિઅન્ટનું કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયું છે.


શું થર્ડવેવ તરફ જઇ રહ્યો છે દેશ


IIT કાનપુરના વૈજ્ઞાનિકોએ એક તાજેતરના રિપોર્ટમાં કહ્યું છે કે, દેશમાં જે રીતે ઓમિક્રોનની ગતિ જોવા મળી રહી છે તે જોતા ફેબ્રુઆરી સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આ અંગે એપિડેમિયોલોજિસ્ટ ડૉ. દીપકનું કહેવું છે કે, ઘણા ગાણિતિક આંકડાના આધારે સંક્રમણના પીક વિશે દાવા કરવામાં આવ્યા છે.