World Heart Day 2024: હૃદયરોગ એ વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. પરંતુ હજી પણ હૃદય રોગ અને તેની પ્રકૃતિ, જોખમી પરિબળો અને નિવારણ સાથે સંકળાયેલી ઘણાં મિથક છે.


'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ'ના સંશોધન મુજબ, વારંવાર ધૂમ્રપાનથી વ્યક્તિના હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત, આ સંશોધનમાં લગભગ 435,000 અમેરિકન પુખ્ત વયના લોકોના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને તે કેનાબીસ અને કાર્ડિયોવેસ્ક્યુલર ઇવેન્ટ્સ વચ્ચેના સંબંધને અન્વેષણ કરવા માટેનો સૌથી મોટો અભ્યાસ છે.


નેશનલ હાર્ટ લંગ એન્ડ બ્લડ ઇન્સ્ટિટ્યૂટ (NHLBI) દ્વારા કરવામાં આલા અભ્યાસ મુજબ        કેનાબીસ, સિગારેટ અને તમાકુનો ઉપયોગ ન કરવામાં હાર્ટ અટેક અને સ્ટ્રોકની 25% વધુ સંભાવના સાથે સંકળાયેલ છે.  સાપ્તાહિક યુઝ કરતા હાર્ટ એટેકની સંભાવના 3% વધુ અને સ્ટ્રોકની સંભાવના 5% વધુ હોવાનું જણાયું હતું.


નિકોટિન: બીડીમાં સામાન્ય સિગારેટ કરતાં ત્રણથી પાંચ ગણું વધુ નિકોટિન હોય છે.


ટાર અને કાર્બન મોનોક્સાઇડઃ બીડીમાં સામાન્ય સિગારેટ કરતાં વધુ ટાર અને કાર્બન મોનોક્સાઇડ હોય છે.


કાર્બોક્સીહેમોગ્લોબિન: બીડીના ધુમાડામાં કાર્બોક્સિહેમોગ્લોબિન (COHb) નું ઉચ્ચ સ્તર હોય છે, જે તમારા હૃદયના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.


એમોનિયા: બીડીના ધુમાડામાં એમોનિયા હોય છે, જે તમારા શ્વસન માર્ગને નુકસાન પહોંચાડી શકે છે.


કોરોનરી આર્ટરી ડિસીઝ: બીડી પીવાથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધી જાય છે.


એકયૂટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન:  ધૂમ્રપાન એક્યુટ મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક)નું જોખમ વધારે છે.


શ્વસન માર્ગમાં ચેપ: બીડીના ધૂમ્રપાનથી શ્વાસની ગંભીર ક્ષતિ થાય છે.


ધૂમ્રપાનથી કેન્સર, હૃદયરોગ અને શ્વાસ સંબંધી સમસ્યાઓનું જોખમ વધે છે. હૃદય રોગના જોખમને ઘટાડવા માટે તમે આ કરી શકો છો.


તમાકુના સેવનથી બચો


ધૂમ્રપાન શરૂ કરશો નહીં


જો તમે પહેલેથી જ ધૂમ્રપાન કરો છો, તો છોડો


સેકન્ડહેન્ડ સ્મોક ટાળો


જ્યાં ધૂમ્રપાનની છૂટ હોય ત્યાં ન જાવ


અમે લાંબા સમયથી જાણીએ છીએ કે તમાકુનું ધૂમ્રપાન હૃદય રોગ સાથે સંકળાયેલું છે, અને આ અભ્યાસ પુરાવા પૂરા પાડે છે કે કેનાબીસનું ધૂમ્રપાન હૃદય રોગ માટે પણ જોખમી પરિબળ છે.