Health Tips:  યુરિક એસિડ(Uric acid)નું સ્તર વધવાથી સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થાય છે. જો તેને સમયસર કાબુમાં લેવામાં ન આવે તો તેની અસર કિડની પર પણ પડી શકે છે. યુરિક એસિડને લગતી સમસ્યાઓનો સીધો સંબંધ ખાવાની આદતો સાથે છે. સામાન્ય રીતે, પાલક (Spinach)  દરેક ઘરમાં બનતું શાક છે અને લોકોને તે ખૂબ જ ગમે છે. આ એક લીલું શાક છે જે આખા દેશમાં ખવાય છે. પાલક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાલકમાં વિટામિન એ અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. તંદુરસ્ત હોવા છતાં, પાલક કેટલાક લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે. જો શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય તો પાલકને કારણે સમસ્યા થઈ શકે છે. ચાલો જાણીએ કે યુરિક એસિડની સમસ્યામાં પાલક (Spinach and Uric acid) ખાવાથી શું થાય છે તેના વિશે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે.


પ્યુરિનને કારણે થાય છે સમસ્યા
નિષ્ણાતોના મતે, પાલકમાં પ્યુરીનની સાથે વિટામિન એ, આયર્ન, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. પ્યુરિનને કારણે યુરિક એસિડનું સ્તર વધવાનું જોખમ રહેલું છે.


વધુ ફાઇબર
પાલકમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. ખોરાકમાં વધુ પડતા ફાઈબરથી કબજિયાત, ગેસ, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું થઈ શકે છે. આવી સ્થિતિમાં પાલકનો આહારમાં મર્યાદિત માત્રામાં જ સમાવેશ કરવો જોઈએ.


યોગ્ય રીતે સાફ કરીને ખાવ પાલક
પાલકના પાન પર માટી ચોંટેલી રહે છે. પાલકને તૈયાર કરતા પહેલા તેને યોગ્ય રીતે સાફ કરવી જરૂરી છે. જો માટી શરીરમાં પ્રવેશે તો પથરીની સમસ્યાનો ભય રહે છે. આનાથી કિડની પર દબાણ વધે છે, જેનાથી નુકસાન થવાનું જોખમ વધી શકે છે.


કોણે પાલક ન ખાવી જોઈએ?
નિષ્ણાતોના મતે જે લોકો લોહી પાતળું કરવાની દવાઓ લેતા હોય અને યુરિક એસિડની સમસ્યા હોય તેમણે પાલક ખાવાનું ટાળવું જોઈએ. આવા લોકોને પાલક ખાવાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.


આ પણ વાંચો...


Cancer Symptoms: વધુ થાક લાગતો હોય તો હોઇ શકે છે કેન્સર, આ છે પાંચ લક્ષણો