Pizza Health Risk: પિઝા એક એવી ફૂડ ડીશ છે, જે આજના યુવાનો ખૂબ જ દિલથી ખાય છે. જ્યારે ચીઝી પિઝાના સ્વાદની વાત આવે છે ત્યારે કેટલાક લોકો સ્વાસ્થ્યને પાછળ રાખે છે. ફાસ્ટ ફૂડ હોવા છતાં, પિઝાની માંગ આ દિવસોમાં ઘણી વધારે છે. દરેક પાર્ટી, દરેક ફેમિલી ફંક્શનમાં તેને પસંદ કરવામાં આવે છે. માત્ર યુવાનો જ નહીં, પરંતુ કેટલાક વૃદ્ધોને પણ તેનો આનંદ માણવો ગમે છે. પિઝા સ્વાદથી ભરપૂર છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પડતા પિઝા ખાવાથી તમારા શરીરને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે? આવો જાણીએ કે તમારી આ મનપસંદ વાનગી ખાવાથી તમે કઇ બીમારીઓની ઝપેટમાં આવી શકો છો.
વધુ પડતા પિઝા ખાવાના ગેરફાયદા
હૃદયરોગનું જોખમ: ચીઝ અને પ્રોસેસ્ડ મીટના ટોપિંગને કારણે પિઝામાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે અચાનક કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને હૃદય રોગનું જોખમ ઉભું કરી શકે છે. પિઝાની ત્રણથી ચાર સ્લાઈસ કે તેથી વધુ સ્લાઈસ નિયમિતપણે ખાવાથી તમારા સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.
અચાનક વજન વધવું: સાદા ચીઝ પિઝાની એક સ્લાઈસમાં 400 કેલરી હોય છે. પિઝાની બે કે ત્રણ સ્લાઈસ ખાવાથી તમે તમારા શરીરમાં 800થી 1200 કેલરી જમાં થશે. આટલું જ નહીં જ્યારે તમે તેના પર પેપેરોની જેવા પ્રોસેસ્ડ ટોપિંગ લગાવો છો, તો કેલરીની માત્રા વધુ વધી જશે. જેના કારણે તમારું વજન ઝડપથી વધી શકે છે.
કેન્સરનું જોખમ: પિઝા પર ટોપિંગમાં બેકન, પેપેરોની અને સોસેજ જેવા ઉચ્ચ ચરબીવાળા પ્રોસેસ્ડ મીટનું સેવન કરવાથી તમને અમુક પ્રકારના કેન્સરનું જોખમ રહેલું છે. જેમ કે પેટ અને આંતરડાનું કેન્સર વગેરે.
પિઝા ખાવાની સલામત રીત કઈ છે?
જો તમે અઠવાડિયામાં એકવાર પિઝા ખાઓ તો ઠીક છે. મર્યાદિત માત્રામાં પિઝાનું સેવન કરવાથી તમારા શરીરને એટલું નુકસાન નહીં થાય. અહીં એ નોંધવું જરૂરી છે કે પિઝા રિફાઈન્ડ લોટમાંથી બને છે, જે તમારી પાચનક્રિયાને ધીમી કરી શકે છે અને તમારું મેટાબોલિઝમને સુસ્ત બનાવી શકે છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.