Heart Attack Symptoms: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને અચાનક હાર્ટ એટેક આવતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તેને અટેક આવ્યો હતો. જે  બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમે પહેલા પણ આવા ઘણા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. તાજેતરમાં જ ગાયક કેકેનું કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે તે જ સમયે, અભિનેતા પુનીત રાજકુમારનું પણ કાર્ડિયાક અરેસ્ટને કારણે મૃત્યુ થયું હતું.


હકીકતમાં, જીમમાં ભારે વર્કઆઉટ કર્યા પછી, તેની તબિયત બગડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જિમ કરતા કેટલાક લક્ષણો દેખાય તો સાવધાન થઇ જવાની જરૂર છે. જો તમે આ બાબતને નજરઅંદાજ કરી રહ્યા છો તો સાવધાન રહેવાની જરૂર છે. અમે તમને આવા જ કેટલાક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ જે તમને જિમ અથવા વર્કઆઉટ દરમિયાન અનુભવાય છે, તો તરત જ એલર્ટ થવાની જરૂર છે. આવો જાણીએ આ લક્ષણો  વિશે


ચેકઅપ કરાવતા રહો


જો આપ પણ ઇચ્છતા હો કે રાજુ શ્રીવાસ્તવ જેવી હાલત ન થાય તો  જિમ દરમિયાન ટ્રેડમિલ પર ચાલતી વખતે  થોડું એલર્ટ રહેવાની જરૂર છે.  થોડા પણ છાતીમાં દુખાવો કે ગભરામણ થાય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. રે આ લક્ષણોને અવગણવાની જરૂર નથી. 40 વર્ષની ઉંમર પછી તમારે નિયમિત સમયાંતરે ચેકઅપ કરાવતા રહેવું જોઈએ. જિમ જતાં લોકોએ ખાસ કેટલીક ટિપ્સનું ધ્યાન રાખવું જરૂરી છે.


હાર્ટ રેટનું મોનિટરિંગ કરો


વર્કઆઉટ કરતી વખતે, આપના ધબકારા પર વોચ રાખો.  આ માટે તમે સ્માર્ટવોચનો પણ ઉપયોગ કરી શકો છો.  જો વર્કઆઉટ કરતી વખતે, તમે જોયું કે તમારા હૃદયના ધબકારા 120 ની સામે 180 પર પહોંચી ગયા છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઇએ. હૃદયના ધબકારા ધીમા પડી જાય તો તરત જ એલર્ટ થઈ જાઓ.


આ લક્ષણોને અવોઇડ ન કરો



  • ગળામાં કંઇ ફસાતું હોય તેવું મહેસૂસ થવું

  • ગભરાટ થવી

  • પરસેવો વધુ આવવો

  • ચક્કર આવવા

  • છાતીમાં દુખાવો થવો

  • આંખોમાં અંધારા આવી જવા


આ સિવાય આપને વારંવાર પાણી પીવું પડતું હોય તો તેને ઇગ્નોર  ન કરો. જો કોલેસ્ટ્રોલ વધુ હોય તો જિમ ન કરો. આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લો અને ત્યારબાદ હેવી વર્ક આઉટ કરો.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.