અત્યાર સુધીમાં તમે ચાર બ્લડ ગ્રુપ વિશે જ સાંભળ્યું હશે. આ છે- A, B, AB અને O. આ બ્લડ ગ્રુપ નેગેટિવ અથવા પોઝિટિવ હોઈ શકે છે. હવે વૈજ્ઞાનિકોએ નવા બ્લડ ગ્રુપની ઓળખ કરીને 50 વર્ષ જૂનું રહસ્ય ઉકેલ્યું છે. વૈજ્ઞાનિકોએ આ બ્લડ ગ્રુપનું નામ 'MAL' રાખ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બ્લડ ગ્રુપની ઓળખ કરીને એવા દર્દીઓને ઓળખી શકાશે જેમને આ દુર્લભ બ્લડ ગ્રુપની ઉણપ છે.
સામે આવેલા અભ્યાસ મુજબ, NHS બ્લડ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ (બ્રિસ્ટલ), ઇન્ટરનેશનલ બ્લડ ગ્રુપ રેફરન્સ લેબોરેટરી (IBGRL) અને યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલના વૈજ્ઞાનિકોએ આ દુર્લભ બ્લડ ગ્રુપની ઓળખ કરી છે. આ બ્લડ ગ્રુપની વિશેષતા એ છે કે તેમાં AnWj એન્ટિજન ગેરહાજર છે. જ્યારે, આ એન્ટિજેન 99.9 ટકા લોકોમાં હોય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ એન્ટિજેનની ઉણપ જીનમાં ચોક્કસ ફેરફારને કારણે હોઈ શકે છે.
જેનેટિક હોઈ શકે છે એન્ટીજનની ઉણપ
વૈજ્ઞાનિકો કહે છે કે કેટલાક લોકોમાં રોગને કારણે AnWj એન્ટિજેનની ઉણપ થઈ શકે છે. જો કે, તેની વારસાગત ગેરહાજરી ખૂબ જ દુર્લભ છે. વિશ્વભરમાં માત્ર અમુક જ વ્યક્તિઓને ઓળખ કરવામાં આવી છે જેમને જન્મની સાથે AnWj એન્ટિજેન નથી. વૈજ્ઞાનિકોના મતે આ શોધને કારણે આ સ્થિતિ ધરાવતા લોકોને ઓળખવામાં સરળતા રહેશે. આ એન્ટિજેનની આનુવંશિક ઉણપ એટલી દુર્લભ છે કે આરબ-ઇઝરાયેલ વંશના આવા માત્ર એક પરિવારને અત્યાર સુધી ઓળખ થઈ શકી છે.
1972 માં થઈ હતી એન્ટિજેનની શોધ
માહિતી અનુસાર, 1972માં વૈજ્ઞાનિકોને ગર્ભવતી મહિલાના બ્લડ સેમ્પલમાં AnWj એન્ટિજેન ગાયબ હોવાનું જણાયું હતું. ત્યારે વૈજ્ઞાનિકોએ વિચાર્યું કે આ નવું બ્લડ ગ્રુપ હોઈ શકે છે. જો કે, તેનું આનુવંશિક મૂળ હજી જાણી શકાયું નથી. વૈજ્ઞાનિકો કહે છે કે 99.9 ટકા લોકોમાં AnWj એન્ટિજેન હોય છે અને તે લાલ રક્તકણો પર MAL પ્રોટીન બનાવે છે, પરંતુ AnWj એન્ટિજેન નેગેટિવ લોકોના RBCમાં આ પ્રોટીન હોતું નથી. અભ્યાસોએ દર્શાવ્યું છે કે AnWj એન્ટિજેન નેગેટિવ વ્યક્તિઓને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ હોઈ શકે છે, જેમ કે ઘણા પ્રકારના કેન્સર અથવા રક્ત સંબંધિત રોગો.
શું એન્ટીબાયોટીક્સ દવાઓથી થઈ શકે છે HMPV ની સારવાર, આ વાયરસ સામે કેટલી અસરકારક છે દવા ?