Sexual and Reproductive Health awareness Day:જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય જાગૃતિ દિવસ દર વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળ  જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને જાતીય સંક્રમિત ચેપના ફેલાવાને ઘટાડવા લોકોને સભાન કરવાનો હેતું છે. શિક્ષિત કરવાની તક છે.


સમગ્ર વિશ્વમાં જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય જાગૃતિ દિવસની ઉજવણી 12 ફુબ્રુઆરીએ કરવામાં આવે છે. આ વિષયમાં જાગૃતિ વધારવા માટે દર વર્ષે 12 ફેબ્રુઆરીએ જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય એટલે કે SRH દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને સેક્સ અને પ્રજનન સંબંધિત સમસ્યાઓ વિશે જણાવવાનો છે. WHO કહે છે કે SRHનો વ્યાપ માત્ર સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે લોકોની શારીરિક, ભાવનાત્મક, માનસિક અને સામાજિક સુખાકારી સાથે પણ સંબંધિત છે.


ડૉ. એકતા બજાજ, કન્સલ્ટન્ટ, ગાયનેકોલોજી અને ઑબ્સ્ટેટ્રિક્સ અને હેડ, ઉજાલા સિગ્નસ ગ્રુપ ઑફ હૉસ્પિટલ્સ, કહે છે, “જાતીય સ્વાસ્થ્યનો અર્થ ચેપ અને રોગોથી બચવું  છે. જેથી તમે અને અન્ય લોકો ભાવનાત્મક અને શારીરિક રીતે સુરક્ષિત રહી શકે. તે સ્વાસ્થ્યનો અભિન્ન ભાગ છે. જાગૃતિના અભાવે, વ્યક્તિ જાતીય વિકૃતિઓના મૂળ કારણોને સમજી શકતી નથી. જાતીય વિકૃતિઓ વિશે જાગૃત રહેવાથી, તમે રોગને દૂર કરવા માટે જરૂરી મદદ મેળવી શકો છો."


ભારતમાં પુરુષો અને સ્ત્રીઓમાં જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે જાગૃતિનો અભાવ છે, જેના કારણે આવા લોકોમાં સેક્સ અને ગર્ભનિરોધક સંબંધિત પરિપક્વતા અને માહિતીનો પણ  અભાવ છે. જાતીય સ્વાસ્થ્ય ઘણા પરિબળો સાથે સંબંધિત છે. આ પરિબળો જાતીય કાર્ય અને પ્રજનનને અસર કરે છે."


ડૉ. જ્યોતિ શર્મા, વરિષ્ઠ સલાહકાર, ઑબ્સ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેકોલોજી, કોલંબિયા એશિયા હોસ્પિટલ, પાલમ વિહાર, ગુરુગ્રામ, કહે છે કે આપણો દેશ લાંબા સમયથી જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય વિશે ખોટી માન્યતાઓ અને સ્પષ્ટતાના અભાવથી ઘેરાયેલો છે. સ્ત્રીઓમાં  સામાન્ય જાગૃતિના અભાવને કારણે, રૂઢિચુસ્ત સમાજમાં યુવાન છોકરીઓ માટે સેક્સ વર્જિત માનવામાં આવે છે. આના કારણે, ગંભીર પરિણામો જોવા મળે છે અને યુવતીઓ માહિતીના વણચકાસાયેલ સ્ત્રોતો, ખાસ કરીને ઇન્ટરનેટ અથવા અફવાઓ પર નિર્ભર બની જાય છે. આ સિવાય તેઓ અનુભવી મહિલાઓ અને મોટી ઉંમરનીમહિલાઓએ આપેલી માહિતી પર જ  આધાર રાખે છે.


મહિલાઓની જાતીય સમસ્યાઓને માહિતી અને જાગૃતિ દ્વારા ઉકેલી શકાય છે. સૌથી મહત્વપૂર્ણ માહિતી ગર્ભનિરોધક ઉપાયને લઇને છે. . આ STI અને અનિચ્છનીય ગર્ભાવસ્થા સામે રક્ષણ પૂરું પાડે છે. સાયકોસેક્સ્યુઅલ થેરાપીનો હેતુ મહિલાઓને તેમના શરીર અને સેક્સ વિશે જ્ઞાત કરવાનું છે.