કોરોના એલર્ટ: ઓમિક્રોન વિશે અત્યાર સુધી થયેલા અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે તેના કેટલાક લક્ષણો ડેલ્ટા વેરિઅન્ટ જેવા જ છે, જો કે કેટલાક દર્દીમા   ઓમિક્રોન આ વેરિઅન્ટમાં કેટલાક અલગ-અલગ લક્ષણો પણ જોવા મળ્યા છે. યુકેની 'જો કોવિડ સ્ટડી' એપ અનુસાર, આ વખતે ચેપમાં કેટલાક લક્ષણો અલગ રીતે જોવા મળી રહ્યા છે.


ઓમિક્રોનના સામાન્ય લક્ષણો લગભગ અન્ય વેરિયન્ટ સામાન જ છે પરંતુ કેટલાક દર્દીમાં અન્ય લક્ષણો પણ જોવા મળે છે. ઓમિક્રોનના સામાન્ય લક્ષણો જે મોટાભાગના દર્દીને જોવા મળે છે. તેમાં ગળામાં ખરાશ, ખરોચ જેવો દુખાવો, નાક વહેવું. છીંક, શરીરમાં દુખાવો, શરીરમાં પરસેવો આવવો.


અન્ય કયાં લક્ષણો જોવા મળ્યાં


સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે સામાન્ય લક્ષણો સિવાય ઓમિક્રોનના લક્ષણો ત્વચા પર પણ દેખાઈ શકે છે. કેટલાક ચેપગ્રસ્ત લોકોમાં ત્વચા પર ફોલ્લીઓ ફોલ્લીઓ જોવા મળે છે. અધ્યયનોએ બતાવ્યું છે કે આ લક્ષણ SARS-CoV-2 વાયરસના કારણે થતી બળતરાની નિશાની હોઈ શકે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોએ કહ્યું કે, કોવિડ-19ને કારણે હાથ અને પગના અંગૂઠામાં પણ લક્ષણો દેખાઈ શકે છે. આ આંગળીઓ પર લાલ અને જાંબલી ફોલ્લીઓ થઇ જાય છે, જેનાથી દુખાવો અને ખંજવાળ પણ થઈ શકે છે.


આરોગ્ય નિષ્ણાતો કહે છે, જો તમને કોવિડ-19 અથવા નવા ઓમિક્રોન વેરિઅન્ટ સંબંધિત કોઈ લક્ષણો દેખાય, તો તરત જ તમારી જાતને આઇસોલેટ કરી દો. ડોક્ટરની સલાહ ચોક્કસ લો અને ટેસ્ટ કરાવો.  જો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તો પણ ગભરાશો નહીં, તમારા લક્ષણોનું નિયમિતપણે નિરીક્ષણ કરો અને ડૉક્ટર દ્વારા સૂચવેલા પગલાંને અનુસરો. જો ચેપના લક્ષણો વધી રહ્યા છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વખત ચિંતાનો માહોલ છે.   


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 27,553  નવા કેસ નોંધાયા છે અને 284 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,22,801 પર પહોંચી છે. રિકવરી રેટ 98 ટકાથી વધારે છે. ઓમિક્રોનના કુલ કેસ 1525 થયા છે.


1 જાન્યુઆરીએ કેટલા કેસ નોંધાયા



  • 1 જાન્યુઆરીએ 22,775 નવા કેસ નોંધાયા હતા અને 406 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો.

  • દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

  • દેશમાં અત્યાર સુધીમાં 145,44,13,005 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 25,75,225 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.


કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા


ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં 24 કલાકમાં 11,10,855 ટેસ્ટ કરવામાં આવ્યા છે.