Stomach Growling Reason's: એક સ્વસ્થ શરીર માટે પેટનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પેટને લગતી ઘણી સમસ્યાઓ નાની દેખાય છે, પરંતુ ભવિષ્યમાં મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે. જેમાં ઘણા લોકોને અપચો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, પરંતુ ઘણી વખત લોકો પેટમાંથી આવતા અવાજને સામાન્ય માની લે છે અને તેની અવગણના કરે છે, જ્યારે પેટમાંથી આવતો અવાજ ગંભીર બિમારી થઈ શકે છે.


શા માટે પેટમાંથી ગુડ-ગુડનો આવે છે અવાજ ?
પેટના અવાજને અંગ્રેજીમાં સ્ટમક ગ્રૉલિંગ કહે છે. આ એક સરળ પ્રક્રિયા છે, જ્યારે આપણો ખોરાક પચી જાય છે ત્યારે પેટ અને આંતરડાની વચ્ચેથી આ પ્રકારનો અવાજ આવે છે. જો તમે દિવસમાં એક કે બેવાર આ પ્રકારનો અવાજ સાંભળો છો, તો ગભરાવાની જરૂર નથી. પરંતુ જો તમે વારંવાર તમારા પેટમાંથી ગુડગુડનો અવાજ સાંભળો છો, તો તે કોઈ રોગ સૂચવે છે.


પેટમાં ગડબડ પેટ સંબંધી સમસ્યા સૂચવે છે
એક્સપર્ટનું માનવું છે કે, ક્યારેક ક્યારેક ભૂખ ના કારણે પણ પેટમાંથી અવાજ આવે છે, પરંતુ જો વારંવાર તમે તમારા પેટમાંથી ગુડગુડ આવજ સંભળાય તો તમારે તરતજ કોઈ હેલ્થ એક્સપર્ટને બતાવીને તમારા પેટની તાપસ કરાવી જરૂરી છે, કારણકે આ પાચનથી સંબંધિત સમસ્યા હોઈ શકે છે અથવા કોઈ ગંભીર બિમારીનો ઈશારો હોઈ શકે છે.  


પેટની ગડબડને કેવી રીતે કરવી દૂર 
જો તમારા પેટમાંથી અવાજ આવે છે અને તમે તેને બંધ કરવા માંગો છો તો તમારા શરીરમાં પાણીની માત્ર વધારી દો, તમે જેટલું વધારે પાણી પીશો તેટલું તમારું ડાયજેસ્ટ સિસ્ટમ સારી રીતે કામ કરશે, એટલું જ નહીં થોડા થોડા સમયે કશુંક ખાતા રહો, હર્બલ ટીનું સેવન કરો, આનાથી પેટની ગડબડ પણ ઓછી થાય છે


Disclaimer: આ આર્ટિકલમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.