Health Tips: આજકાલ લોકો દૂધને બદલે પાઉડર દૂધનો વધુ ઉપયોગ કરે છે. કહેવાય છે કે મિલ્ક પાવડરમાં દૂધ જેવા પોષકતત્વો હોય છે, પરંતુ આજે અમે તમને એવા રિસર્ચ વિશે જણાવીશું જે કહે છે કે મિલ્ક પાવડરનો વધુ પડતો ઉપયોગ ના કરવો જોઈએ કારણ કે તે શરીર માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.


મિલ્ક પાઉડરનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તેમાં ખાંડની માત્રા ઘણી વધારે હોય છે અને તે કૉલેસ્ટ્રૉલ પણ વધારી શકે છે. તેનો વધુ પડતો ઉપયોગ પણ બેક્ટેરિયાની વૃદ્ધિ તરફ દોરી શકે છે.


શું દૂધનો પાવડર દૂધ કરતા સારો વિકલ્પ છે ?
ઘણા ઘરોમાં મિલ્ક પાઉડરનો ભરપૂર ઉપયોગ થાય છે. પાઉડર દૂધ એ દૂધનું બાષ્પીભવન કરીને બનાવવામાં આવતી ડેરી પ્રૉડક્ટ છે. જે લોકો તાજુ દૂધ મેળવી શકતા નથી તેઓ પાઉડર દૂધનો ઉપયોગ કરે છે. પાઉડર દૂધને એર ટાઇટ કન્ટેનરમાં રાખવામાં આવે છે જેથી તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરી શકાય.


તાજા દૂધને બદલે મિલ્ક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે
મોટેભાગે સ્કિમન્ડ દૂધ પાવડરમાંથી બનાવવામાં આવે છે. એટલા માટે કેટલાક લોકો દરરોજ તાજા દૂધને બદલે મિલ્ક પાવડરનો ઉપયોગ કરે છે. દૂધના પાવડરનો ઉપયોગ બેબી ફૉર્મ્યૂલા, કેન્ડી, ચોકલેટ અને ગુલાબ જામુન બનાવવામાં પણ થાય છે. ભારતીય મીઠાઈઓમાં દૂધના પાવડરનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઘણા લોકો દૂધને બદલે મિલ્ક પાવડરનો ઉપયોગ વધારે પ્રમાણ માં કરે છે.


દૂધ પાવડરમાં ઓક્સિડાઇઝ્ડ કૉલેસ્ટ્રોલ હોય છે
મિલ્ક પાવડરમાં પુષ્કળ પ્રમાણમાં ઓક્સિડાઇઝ્ડ કૉલેસ્ટ્રોલ હોય છે. ઓક્સિડાઇઝ્ડ કૉલેસ્ટ્રોલ એવી વસ્તુ છે જે હૃદયની નસોમાં ચોંટી જાય છે અને લોહીના પ્રવાહને ભારે નુકસાન પહોંચાડે છે. દૂધને લાંબા સુધી સારું રાખવા માટે આ તત્વને ઉમેરવામાં આવે છે. પરંતુ તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે સ્વાસ્થ્ય માટે સારું નથી.