Superfoods:  એવું કહેવાય છે કે તમે જે ખાઓ છો તેવા જ દેખાવ છો. વાસ્તવમાં વિશ્વભરમાં વર્ષોથી હાથ ધરવામાં આવેલા વિવિધ સંશોધનોએ બતાવ્યું છે કે પૌષ્ટિક ખોરાકથી ભરપૂર સંતુલિત આહાર શરીરને કેટલી હદે લાભ કરી શકે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે તમને ચેપી અને મોસમી રોગોનું જોખમ વધારે હોય ત્યારે તમારે તમારા રોજિંદા આહારમાં એવી વસ્તુઓ ખાવી જોઇએ જે રોગપ્રતિકારક શક્તિ વધારે.


હા, એવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ફ્લૂ જેવી બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી તેનું સેવન કરવાથી તમને હ્રદય રોગ, સ્થૂળતા અને ડાયાબિટીસ જેવી લાંબી અને ખતરનાક બીમારીઓથી પણ બચાવે છે.


ડ્રાયફૂટ્સ


બદામ, અંજીર, કિસમિસ અને અખરોટ જેવા ડ્રાય ફ્રૂટ્સ ઘણા વિટામિન્સ અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા ખનિજોથી સમૃદ્ધ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. તમે તેને સવારે નાસ્તામાં ખાઈ શકો છો.


લીલા શાકભાજી


પાલક, મેથી અને કોલાર્ડ જેવા લીલા શાકભાજી એન્ટીઑકિસડન્ટ અને બીટા કેરોટિન સાથે સાથે વિટામિન સીનું ભરપૂર પ્રમાણ હોય છે જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. તે તમારા હૃદય, મગજ અને આંતરડા માટે પણ સારું છે.ગાજરમાં હાજર બીટા કેરોટીન તમારી રોગપ્રતિકારક શક્તિ તેમજ તમારી આંખો અને ત્વચા માટે સારું છે.


ખાટા ફળો


મોટાભાગના ખાટા ફળો જેમ કે નારંગી, દ્રાક્ષ, અંગૂર, લીંબુમાં વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે જે તમારા શ્વેત રક્તકણોને વધારીને ચેપ સામે લડવામાં મદદ કરે છે. ભલે તમે તેને આખું ખાઓ અથવા તેનો જ્યુસ પીવો આ ખાટાં ફળોને તમારા નિયમિત આહારમાં સામેલ કરવાનું ભૂલશો નહીં. 


દહીં


દહીં પ્રોબાયોટીક્સનો ઉત્તમ સ્ત્રોત છે જે પેટને તંદુરસ્ત રાખે છે. ઘણીવાર લોકો શિયાળામાં દહીં ખાવાનું ટાળે છે કારણ કે તેઓ વિચારે છે કે દહીં ઠંડુ હોવાના કારણે નુકસાન કરશે પરંતુ એવું નથી. તે તમારું પાચન સારું રાખે છે અને તમને ઘણી બીમારીઓથી બચાવે છે, પરંતુ જો તમે શિયાળામાં દિવસ દરમિયાન દહીં ખાઓ છો તો તમારે તેનાથી કોઈપણ પ્રકારના નુકસાનનો ડર નથી રહેતો.