પોપ કોર્ન એક એવો નાસ્તો છે જે દરેકને ખાવાનું પસંદ છે. વાસ્તવમાં પોપ કોર્ન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ  ઉત્તમ સ્નેક્સ છે.


પોપ કોર્ન એક એવો નાસ્તો છે જે દરેકને ખાવાનું પસંદ છે. વાસ્તવમાં પોપ કોર્ન માત્ર સ્વાદ માટે જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ  ઉત્તમ સ્નેક્સ છે.  પોપ કોર્ન ફાઈબર, પોલીફેનોલિક સંયોજન છે. તેમજ પોપકોર્ન એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન બી કોમ્પ્લેક્સ, મેંગેનીઝ અને મેગ્નેશિયમથી ભરપૂર હોય છે, જે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે. પોપ કોર્ન મકાઈને શેકીને બનાવવામાં આવે છે. પોપ કોર્નમાં હાજર પોષક તત્વો પાચન તંત્રને સુધારે છે.  પોપ કોર્ન એ ખૂબ જ હળવો નાસ્તો છે.  જે સરળતાથી પચી જાય છે. તેનાથી વજન પણ કંટ્રોલ કરી શકાય છે. આટલું જ નહીં, પોપ કોર્નના સેવનથી હાડકાં મજબૂત બને છે. તેનાથી  તણાવ પણ ઓછો કરી શકાય છે.


પોપકોર્ન ખાવાના ફાયદા
પોપકોર્ન કેલ્શિયમ અને આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમે નબળા હાડકાની સમસ્યાથી રાહત મેળવી શકો છો. આટલું જ નહીં તે આયર્નની ઉણપને દૂર કરે  છે.


તણાને ઘટાડે છે
પોપકોર્નની વિશેષ ગુણ એ છે કે, તેને ખાવાથી તણાવ ઓછો કરી શકાય છે. જો તમે તણાવ અનુભવી રહ્યાં હો તો પોપ કોર્નને આહારમાં સામેલ કરીને આ સમસ્યાને ઓછી કરી શકાય છે.


જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બીજું ખાવાને બદલે પોપકોર્ન ખાઓ. એક કપ પોપકોર્નમાં 30 કેલરી હોય છે, જે એક કપ બટાકાની ચિપ્સ કરતા 5 ગણી ઓછી હોય છે. તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને દૂર કરવામાં પણ મદદ કરે છે, જેના કારણે વારંવાર ભૂખ લાગતી નથી.


નિયમિત પોપકોર્ન ખાનારાઓને કેન્સર થવાનું જોખમ ઓછું હોય છે. પોપકોર્નમાં પોલીફેનોલ નામનું તત્વ હોય છે, જે કેન્સર થવાની શક્યતા ઘટાડે છે અને તે હૃદયને પણ સ્વસ્થ રાખે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ કહે છે કે પોલિફેનોલ્સ એક એન્ઝાઇમને અવરોધે છે જે કેન્સરનું જોખમ વધારે છે.


પોપકોર્નમાં ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. કોઈપણ આહારનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ તેના સેવન પછી લોહીમાં શર્કરાનું સ્તર કેટલું વધી શકે છે તેનો ઉલ્લેખ કરે છે. જે ખોરાકમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય તે બ્લડ સુગરને ઓછું રાખે છે. તે જ સમયે, અન્ય ઘણી વસ્તુઓમાં, આ ગ્લાયકેમિક ઇન્ડેક્સ વધારે છે, જેના કારણે બ્લડ સુગરનું સ્તર અચાનક વધી જાય છે.