Health:કેટલીકવાર આપણે શરીરમાં નાના-નાના લક્ષણોને અવગણીએ છીએ. જોકે કેટલાક લક્ષણોને હળવાશથી ન લેવા જોઇએ અને એકવાર ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.  સામાન્ય રીતે આપણે શરીરમાં આવતા સોજોને હળવાશથી લઇએ છીએ.  જો કે તે ગંભીર બીમારીના પણ સંકેત હોઇ શકે છે. શુ તમે જાણો છો કે દરેક સોજો મામૂલી નથી હોતો.  જો તમે વારંવાર શરીરમાં કેટલીક જગ્યાએ સોજો આવી જતો હોય તો તે  થોડું સતર્ક રહેવું જોઈએ કારણ કે તે તમારા લીવરની બીમારી સાથે સંબંધિત હોઈ શકે છે.


લીવરનું સૌથી અગત્યનું કાર્ય શરીરમાંથી ઝેર અથવા ગંદકી દૂર કરવાનું છે.લીવર આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તે પોષક તત્વોના ચયાપચયથી લઈને પાચન માટે પિત્ત બનાવવા સુધીનું કામ કરે છે. લીવર આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ  છે. એકવાર લિવર ખરાબ થઈ જાય પછી શરીર ધીમે-ધીમે કામ કરવાનું બંધ કરી દે છે અને આ જીવલેણ સાબિત થાય છે.


ફેટી લીવરનું લક્ષણ



  • પગમાં સોજો અથવા ભારે થાક

  • આખા શરીરમાં સોજો

  • એનિમિયા

  • પેટ ફુલેલું રહેવું


લિવરની બીમારીને કારણે શરીરમાં આ ફેરફારો થાય છે


શરૂઆતમાં  લીવરની બીમારીથી શરીરને કોઇ નુકસાન નથી પહોંચતું.  કારણ કે તેના કોઇ  લક્ષણો શરીરમાં અનુભવાતા નથી. જો કે, જો આ રોગ આગળ વધે તો તે ખતરનાક બની શકે છે. જો લીવરની બીમારી છેલ્લા સ્ટેજ પર પહોંચી જાય તો તેને સિરોસિસ કહેવાય છે. જો સિરોસિસને કારણે લીવરને કોઈ નુકસાન થાય છે, તો તેનો ઈલાજ થઈ શકતો નથી. આ દરમિયાન પગ, ઘૂંટીમાં સોજો આવી જાય છે. 'બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલ' અનુસાર, હૃદય, લીવર અને કિડનીના રોગોને કારણે શરીરના ઘણા ભાગોમાં સોજો આવી શકે છે. સોજાની સાથે, તમને આ બધી સમસ્યાઓ પણ થઈ શકે છે જેમકે વજન વધવું, ઉધરસ આવવી,. થાક, શ્વાસ લેવામાં તકલીફ થવી. આ લક્ષણો  થોડા સમય પછી વધી જાય છે. તેથી જો આપનું પેટ ફુલેલું રહેતું હોય, આંખની નીચે સોજા આવતા હોય કે પછી પગનની ઘૂંટી સોજી જતી હોય તો ચોક્કસપણે ડોક્ટરન સલાહ લેવી જોઇએ. આ લક્ષણો લીવર કે કિડનીની બીમારી તરફ સંકેત કરે છે.