Post Covid: કોરોના વાયરસ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરે છે, ત્યારે તેની રોગપ્રતિકારક શક્તિ વાયરસ સામે લડે છે. આ દરમિયાન શરીરમાં સૂક્ષ્મ પોષકતત્વોનો વપરાશ  વધી જાય છે, જેના કારણે શરીર નબળું પડી જાય છે. કોરોનાથી સાજા થયા પછી પણ, સૂક્ષ્મ પોષકતત્વોના અભાવને કારણે આ નબળાઇ  અનુભવાય છે. આ સાથે અન્ય સમસ્યાઓ પણ લાંબા  મહિનાઓ સુધી અનુભવાય છે.


વાયરસ સામે લડવા માટે શરીરમાં બનેલા એન્ટિજેન્સ રોગપ્રતિકારક શક્તિમાં આવા ફેરફારો કરે છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધુ સક્રિય બને છે. આ કારણોસર, કોરોનામાંથી સાજા થયા પછી પણ, તેના લક્ષણો, જેમ કે ચક્કર, થાક, હળવો તાવ, સાંધાનો દુખાવો વગેરે ચાલુ રહે છે.


પોસ્ટ કોવિડના લક્ષણો


હાર્ટ અને બ્રેઈન સ્ટ્રોક: નસોમાં લોહી ગંઠાઈ જવાને કારણે તમને સ્ટ્રોક પણ થઈ શકે છે. જો આ ગંઠા મગજ સુધી પહોંચે તો બ્રેઈન સ્ટ્રોક અને જો હૃદય સુધી પહોંચે તો હાર્ટ સ્ટ્રોક થઈ શકે છે.


પલ્મોનરી એમબોલિઝમ: લોહીની આ ગાંઠો ફેફસામાં નસોને અવરોધિત કરી શકે છે. આ સ્થિતિ જીવલેણ પણ બની શકે છે.


પલ્મોનરી ફાઇબ્રોસિસ: આ સ્થિતિમાં, કોરોના દર્દીના ફેફસાને  નુકસાન થાય છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.


મલ્ટી-ઓર્ગન ફેલ્યોર: મગજ અને હૃદય સહિત કિડની, લિવર જેવા અંગો ફેલ થઈ શકે છે. મલ્ટી-ઓર્ગન ફેલ્યોર મોતની સ્થિતિને સર્જે છે.


મલ્ટી-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ: આ સ્થિતિમાં, દર્દીના કેટલાક અંગો એકસાથે ફૂલી જાય છે. આ સમસ્યા મોટા ભાગે બાળકોમાં વધુ જોવા મળે  છે.


રિકવરી બાદ આ વસ્તુનું રાખો ધ્યાન:જે દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે તેઓએ ખાવા-પીવાની કાળજી લેવી જોઈએ. ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોવું જોઈએ.  પોષકતત્ત્વોથી ભરપૂર ખોરાક લો.


શરીરમાં પાણીની કમી ન થવા દો:શ્વાસ સંબંધિત યોગાસનો કરવા જોઈએ. હળવી કસરત કરવી જોઈએ.ચિંતા અને હતાશાથી બચવા માટે મનને તમારી મનપસંદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો. જો અસામાન્ય લક્ષણો જોવા મળે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો.