ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. આગ ઓકતી ગરમીમાં લૂથી બચવા બને તેટલું વધુ પાણી પીવું જરુરી હોય છે. એવામાં ઘણા લોકો ગરમીથી રાહત મેળવવા ફ્રીઝનું ઠંડુ પાણી પીતા હોય છે. પરંતુ આ યોગ્ય નથી. તે થોડીવાર માટે શરીરને સારુ લાગે છે પરંતુ બાદમાં નુકસાન કરે છે. આપણા ગામડામાં ઘણીવાર જોવા મળે છે કે ઉનાળામાં માટીના વાસણોમાં પાણીનો સંગ્રહ થતો હતો, ત્યાંના લોકો આ પાણી પીતા હતા. આ વાસણમાં પાણી કુદરતી રીતે ઠંડુ હોવાથી લાંબા સમય સુધી ઠંડુ રહે છે. પરંતુ હવે લોકોના ઘરોમાં રેફ્રિજરેટર જોવા મળે છે અને વાસણોનો ઉપયોગ ઓછો થયો છે.
વાસણનું પાણી પીવાની આ વર્ષો જૂની પ્રથા માત્ર સ્ટીલ અને પ્લાસ્ટિકના કન્ટેનરનો વિકલ્પ નથી, પરંતુ તેના સ્વાસ્થ્ય લાભો પણ છે. આ જ કારણ છે કે આજે પણ ઘણા ઘરોમાં માટીના વાસણમાં રાખેલ પાણી પીવામાં આવે છે, કારણ કે તેના ઘણા તબીબી ફાયદા પણ છે. તો ચાલો જાણીએ તેના ફાયદા વિશે.
કુદરતી ઠંડક - માટલું પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે અને તાપમાનને ર ડિગ્રી સુધી ઓછુ કરી દે છે જેનાથી રેફ્રિજરેટરની જરૂરિયાત ઓછી થઈ જાય છે. તે ગળામાં કોમળ અને પર્યાવરણને અનુકૂળ પણ છે. સંવેદનશીલ ગળાવાળા લોકો માટે તે શ્રેષ્ઠ ઓપ્શન છે જેઓ વારંવાર શરદી અને ઉધરસથી પીડાય છે.
હીટસ્ટ્રોક નથી લાગતો - માટીના વાસણમાંથી પાણી પીવાથી સનસ્ટ્રોક સામે લડવામાં મદદ મળે છે કારણ કે માટીના વાસણ પાણીમાં ભરપૂર મિનરલ્સ અને પોષક તત્વોને જાળવી રાખે છે અને ઝડપથી ડિહાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. તો જેમને ઉનાળામાં લૂ વધારે લાગતી હોય તેમણે ઘડાનું પાણી પીવુ જોઈએ.
એસિડિટીમા લાભકારક - માટલાનું પાણી વૃદ્ધત્વને અટકાવે છે, કેન્સર જેવા ક્રોનિક રોગોને રોકે છે, ડિહાઇડ્રેશન અટકાવે છે, પાચનશક્તિ વધારે છે વગેરે. તે એસિડિટીને નિયંત્રિત કરવા માટે સારો ઓપ્શન છે. માટલાના પાણીમાં કુદરતી રીતે એલ્કલાઇન હોય છે, માટીના વાસણ પાણીની એસિડિક પ્રકૃતિને ઘટાડે છે અને PH ને સંતુલિત કરે છે.
મિનરલ્સ હોય છે- માટલાના પાણીમાં પુરતા પ્રમાણમાં મિનરલ્સ હોય છે. જેમ કે કેલ્શિયમ.મેગ્નેશિયમ,ફોસ્ફરસ વગેરે. પાચનશક્તિ વધારે છે અને વજન ઓછું કરવામાં મદદ કરે છે.