Japanese health secret: જાપાનીઝના સ્લિમ અને ફિટ હોવાના આ છે 5 સિક્રેટ, આ કારણે નથી વધતુ વજન

Japanese health secret: જાપાનીઝ લોકો સ્લિમ અને ફિટ હોય છે. શું આપ તેનું સિક્રેટ જાણો છો, તેમના જીવનની અમુક આદતો તેને એવરયંગ રાખે છે. જાણીએ જાપાની લોકોની તંદુરસ્તીનું રાજ શું છે.

Continues below advertisement

Japanese health secret:  વજન વધવું એ આજકાલ સામાન્ય સમસ્યા છે. લોકો ઘણી રીતો અજમાવે છે, પરંતુ તેમ છતાં વજન ઘટતું નથી. પરંતુ જાપાનીઝ લોકો હંમેશા તેમના વજનને નિયંત્રણમાં રાખે છે અને સ્લિમ દેખાય છે. તેની પાછળ 5 મુખ્ય સિક્રેટ છે.

Continues below advertisement

તબીબોનું કહેવું છે કે, વધતું વજન અનેક સમસ્યાઓનું મૂળ છે. તેથી લોકો વજન ઘટાડવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે. પરંતુ ઘણા ઓછા લોકો એવા હોય છે, જેઓ આ પદ્ધતિઓ નિયમિતપણે અપનાવે છે. જોગિંગ, વૉકિંગ, વર્કઆઉટ, ડાયેટ, કોઈપણ પ્રયત્નો વિના સરળતાથી અને તે જ સમયે તંદુરસ્ત રીતે વજન ઘટાડવા માંગે છે. મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માંગે છે. જો તમે પણ એવું જ અનુભવો છો તો આ તમારા માટે છે.

જો તમે તમારું વજન નિયંત્રણમાં રાખવા માંગતા હોવ તો જાપાની લોકોની જીવનશૈલી શ્રેષ્ઠ છે. જાપાનમાં જાડા લોકો વધુ જોવા મળતા નથી. આ સિવાય જે લોકો 80 વર્ષની ઉંમરે પણ એક્ટિવ રહે છે તે માત્ર જાપાનમાં જ જોવા મળે છે. આવું તેમની જીવનશૈલીના કારણે થાય છે. સ્વસ્થ આહાર, સંતુલિત આહાર, સક્રિય જીવનશૈલી, આ તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય છે. આ સિવાય જાપાની લોકો સ્લિમ ફિગર માટે 5 સિક્રેટ છે.

ધીરે ધીરે ખાવું

જાપાનમાં, આરામથી ખાવું એ સન્માનની બાબત અને સારી આદત માનવામાં આવે છે. આ સાથે, ખોરાકને સારી રીતે ચાવવામાં આવે છે. પેટ ભરેલું લાગે છે. ખોરાક સારી રીતે પચી જાય છે. સંતુલિત આહાર ખાઈ શકાય છે. ઓછું ખાવાથી પણ પેટ ભરેલું લાગે છે. આનાથી તમે એક્ટિવ રહી શકો છો. તે ઓવર ઇટિંગને  અટકાવે છે.

નિયમિત વ્યવસાય- વોકિંગ

રોજિંદી કસરત અને વર્કઆઉટ માત્ર શરીરને ફિટ રાખતું નથી પરંતુ મેટાબોલિઝમ પણ વધારે છે. જાપાની લોકો વાહનનો ઓછો ઉપયોગ કરે છે અને તે  ખૂબ દૂર હોવા છતાં પણ ચાલે છે. તેનાથી દરરોજ ઘણી બધી કેલરી બર્ન થાય છે. આ સિવાય તેઓ સાયકલ ચલાવીને, ચાલવા, રમતગમત વગેરે દ્વારા પોતાને સક્રિય રાખે છે.

સંતુલિત આહાર

જાપાની લોકો માત્ર 80% પેટ જ  ભરે છે. ભરપેટ નથી જમતા.  જાપાની લોકો તેમના આહાર પર નિયંત્રણ રાખવાને કારણે સ્વસ્થ અને લાંબુ જીવન જીવે છે. જાપાનીઝમાં હૃદયરોગ, કેન્સર, સંધિવા વગેરેથી પીડાવાની શક્યતા ઓછી હોય છે.

વધુ ગ્રીન ટી પીવે છે

જાપાની લોકોના જીવનમાં ગ્રીન ટીનું વિશેષ મહત્વ છે. ત્યાંના લોકો ગ્રીન ટી વધુ પીવે છે. તેનાથી વજન ઓછું થાય છે અને મેટાબોલિઝમ વધે છે. તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે ચરબી ઝડપથી ઓછી થાય છે. ખોરાકમાંથી મળતી કેલરીની માત્રામાં પણ ઘટાડો થાય છે.

સિઝનલ ફૂડનો આગ્રહ

જ્યારે ઋતુ બદલાય છે ત્યારે જાપાની લોકો તેમના આહારમાં ફેરફાર કરે છે. તેમના આહારમાં મોટાભાગે ફળો અને શાકભાજીનો સમાવેશ થાય છે. આનાથી તેમને પૌષ્ટિક ખોરાક મળે છે. આ તંદુરસ્ત આહાર ચરબી અને કેલરી ઘટાડે છે અને તેમને ફિટ અને સક્રિય રાખે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

Continues below advertisement
Sponsored Links by Taboola