First Symptom Of Omicron: જ્યારે કોવિડ-19 પીક પર પર હતો, ત્યારે મોટાભાગના દર્દીઓમાં અલગ-અલગ લક્ષણો દેખાઈ રહ્યા હતા. પરંતુ ઓમિક્રોન સાથે આવું નથી. આ વાયરસ સમાન લક્ષણો સાથે સમગ્ર વિશ્વમાં  ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.


ઓમિક્રોનનો ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કે વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે, કોરોનાનો આ પ્રકાર બહુ જીવલેણ નથી. અમે આપને જણાવીશું કે સ્વાસ્થ્ય નિષ્ણાતો હજી સુધી આ વાયરસને લઈને કોઈ નિર્ણય પર પહોંચ્યા નથી અને વૈજ્ઞાનિકો સતત તેના પર સંશોધન કરી રહ્યા છે. આ જ કારણ છે કે ડોકટરો સતત અપીલ કરી રહ્યા છે કે તમે આ વાયરસથી બચવા માટે શક્ય તેટલું બધું કરો.


આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને હવે મોટાભાગના સ્થળોએ વીકએન્ડ લોકડાઉન પણ લાદવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે તમે આ વાયરસની પકડમાં હોવ ત્યારે પ્રથમ લક્ષણ શું છે. જેથી પરિવારમાં કોઈ એક વ્યક્તિને ચેપ લાગે તો તે પોતાની જાતને અલગ કરી શકે. આનાથી પરિવારના અન્ય સભ્યોને ચેપથી બચાવવામાં સરળતા રહેશે.


યુ.એસ.માં યેલ સ્કૂલ ઑફ મેડિસિનના સહાયક પ્રોફેસર જ્યોર્જ મોરેનોએ પ્રેસને જણાવ્યું હતું કે, મોટાભાગના દર્દીઓ જ્યારે ઓમિક્રોનથી સંક્રમિત થાય છે ત્યારે કેટલાક ચોક્કસ  પ્રારંભિક લક્ષણો હોય છે.


ઓમિક્રોનના પ્રારંભિક લક્ષણો



  • ગળામાં ખરાશ અને તીવ્ર બળતરાનો અનુભવ થવો

  • નાક બંધ ખવું સૂક ઉધરસ થવી

  • સાંધામાં દુખાવો, શરીરમાં દુખાવો


ઓમિક્રોન જે રીતે શરીરમાં પ્રભુત્વ ધરાવે છે તે વિશે વિવિધ દેશોના આરોગ્ય નિષ્ણાતોનો લગભગ સમાન અભિપ્રાય છે. આ વાયરસથી સંક્રમિત લોકોને પહેલા ગળામાં દુખાવો અથવા ગળામાં બળતરા થાય છે. જો કે, કેટલાક આરોગ્ય નિષ્ણાતો એમ પણ કહે છે કે, ગળામાં દુખાવો માથાનો દુખાવો અને ઉધરસની સમસ્યા સાથે આવે છે. આપને જણાવી દઈએ કે, નાક સુધી પહોંચતા પહેલા આ વાયરસ ગળામાં ઈન્ફેક્શનને સારી રીતે ફેલાવી રહ્યો છે. જો કે, આ વાયરસથી સંક્રમિત થવાથી સુગંધ અને સ્વાદ પર અસર થતી નથી.