Covid- 19 : કોરોનાના નવા ઓમિક્રોન વેરિઅન્ટથી ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવધાની રાખવી જરૂરી છે. આપની જાતને સ્વસ્થ રાખો, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખો અને રસીના બંને ડોઝ લો.


કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ફરી એકવાર લોકોમાં ભયનું વાતાવરણ સર્જ્યું છે. નિષ્ણાતોના મતે, ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાની ઝડપ ડેલ્ટા વાયરસ કરતા ઘણી વધારે છે. ઓમિક્રોન વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ અગાઉના તમામ વેરિઅન્ટ કરતાં ઘણો વધારે  છે. 


ભારતમાં આવેલા આલ્ફા વેરિઅન્ટથી એક વ્યક્તિ, બે થી ત્રણ લોકોને ચેપ લાગ્યો હતો. આ પછી, સેકન્ડ વેવ ડેલ્ટા વેરિઅન્ટનો ટ્રાન્સમિશન રેટ 6.5 હતો એટલે કે પહેલા કરતા ત્રણ ગણો ઝડપી, હવે ઓમિક્રોન વેરિઅન્ટ તેના કરતા ઝડપી હોવાનું કહેવાય છે. આ પ્રકાર એવા લોકોને સૌથી વધુ અસર કરે છે, જેઓ પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છે. હૃદય, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને શ્વાસ સંબંધી રોગોથી પીડિત લોકોને ઓમિક્રોન સંક્રમણનું જોખમ વધુ છે. જો આપની રોગપ્રતિકારક શક્તિ નબળી છે અથવા વૃદ્ધાવસ્થા છે, તો કોરોનાનું નવું સ્વરૂપ આપના માટે ચિંતાનું કારણ પણ બની શકે છે. જાણીએ કયા લોકોને ઓમિક્રોન વેરિઅન્ટ્સનું સૌથી વધુ જોખમ છે?


આ લોકોને ઓમિક્રોનથી સૌથી વધુ જોખમ છે.આજે લોકો કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને લઈને સૌથી વધુ ચિંતિત છે કારણ કે ઓમિક્રોન વેક્સિનેટ લોકોને પણ બીમાર કરી રહ્યો છે. ઓમિક્રોનથી કોને સૌથી વધુ જોખમ છે? આ વિશે  નિષ્ણાતો  શું કહે છે, જાણીએ


 ઓમિક્રોન ચેપ એવા લોકોને અસર કરી શકે છે જેમના ફેફસા નબળા હોય છે.આ વાયરસ એવા લોકોને ચેપ લગાવી શકે છે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે. જો આપ તંદુરસ્ત હો અને કોઇ બીમારી ન હોય તો આ સ્થિતિમાં ચેપ લાગવાનું જોખમ ઘટે છે.
 ડાયાબિટીસના દર્દીઓએ પણ આવી સ્થિતિમાં ખૂબ કાળજી રાખવાની જરૂર છે. ઓમિક્રોનથી  આવા લોકોને સંક્રમણનું વધુ જોખમ છે.


 જો આપને  હૃદય સંબંધિત સમસ્યા છે, તો તમારું શરીર નબળું પડી જાય છે અને કોઈપણ વાયરસ એટેક કરી શકે છે.જો કોઈ વ્યક્તિને કેન્સર અથવા આર્થરાઈટિસ જેવી બીમારી છે તો આવા લોકોને પણ  ઓમિક્રોનના સંક્રમણનો ખતરો વધી જાય છે.