Health:નાગરવેલના પાન ઘણા ફાયદા છે, પરંતુ તેના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે. જો તમને નાગવેરના પાન ખાવાનું વ્યસન છે, તો પહેલા તેના નુકસાન જાણી લો
ઘણા લોકોને આ પાનથી એલર્જી થાય છે. આ સ્થિતિમાં પાનનું સેવન કરવાથી ખંજવાળ, ફોલ્લીઓ અને રેડનેસની સમસ્યા થઇ શકે છે. જો તમને પણ આ પાનથી આવી કોઈ એલર્જી હોય તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
ઘણા લોકો પાનનો માઉથ ફ્રેશનર તરીકે કરે છે કારણ કે તેને ખાવાથી શ્વાસમાં દુર્ગંધ આવતી નથી. પરંતુ તેના વધુ પડતા સેવનથી તમારા પેઢામાં દુખાવો થઈ શકે છે. જો તમે નાગરવેલના પાન વધુ ખાઓ છો, તો વધુ પડતા ચાવવાથી પણ જડબામાં દુખાવો થાય છે.
પાનના વધુ પડતા સેવનથી હાઈ બીપીની સમસ્યા થઈ શકે છે. બ્લડ પ્રેશર અને શરીરનું તાપમાન ઉપર અને નીચે થઇ શકે છે. હૃદયના ધબકારા અસામાન્ય હોઈ શકે છે. જો તમે વધુ પાનનું સેવન કરો છો તો થાઈરોઈડના હોર્મોન્સ અસંતુલિત થઈ શકે છે.
પાનનું વધુ પ્રમાણમાં સેવન કરશો તો તમે મોઢાના કેન્સરના લક્ષણોથી બચી શકશો નહીં કારણ કે તેમાં તમાકુનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક ગણવામાં આવે છે.
સગર્ભા સ્ત્રીઓએ નાગરવેલના પાનનું સેવન ન કરવું જોઈએ. આ કારણ છે કે જો સગર્ભા સ્ત્રીઓ આ પાનનું સેવન કરે છે, તો તે ગર્ભ અને તેના વિકાસને નુકસાન પહોંચાડે છે. આ પાનનો વધુ પડતો ઉપયોગ બાળકના વિકાસમાં અવરોધ લાવી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
આ પણ વાંચો
Hair Care Tips: વાળ ખરવાનું કારણ ક્યાંક આ વસ્તું તો નથી ને? ભૂલથી પણ ન કરો ઉપયોગ