Home Remedies :હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી  પડી જાય છે. હાથને ત્વચાને મુલાયમ બનાવવા માટે આપ આ ઘરેલુ નુસખાને ઉપયોગ કરી શકો છે, જે ખૂબ જ કારગર છે.


દરેક વ્યક્તિ દાગ વગરની બેદાગ  ત્વચાની ઈચ્છા રાખે છે, પરંતુ દરેક વ્યક્તિને આવી ત્વચા નથી હોતી.  સનબર્ન, ધૂળ કે હોર્મોનલ ચેન્જ વગેરેને કારણે ચહેરા પર ડાર્ક પેચ થવા લાગે છે અને ચહેરાની સુંદરતા છીનવાઇ જાય છે.  જો કે  કેટલાક ઘરેલું ઉપચારની મદદથી તેમે તેને  રોકી શકો છો.  હળદારાન ઉપાયથી પિંગમેટશન દૂર થઇ શકે છે. 


પિંગમેટેશન: સૂકી ત્વતા  અને પિંગમેટશનમાં દૂધનો પ્રયોગ કારગર છે. એક બાઉલમાં હુંફાળું દૂધ લો, પછી 10-12 મિનિટ તેને સ્કિન પર લગાવો અને દૂધથી માલિશ કરો. આ ટિપ્સ  સ્કિનને  સ્મૂધ કરશે અને ડાઘ ધબ્બા દૂર કરશે, હળદરમાં કર્ક્યુમિન તત્વ હોય છે, જે એન્ટિ-મેલાનોજેનિક અસરો સાથે એન્ટીઑકિસડન્ટ છે. તે ડાર્ક સ્પોટ્સને હળવા કરવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે, એક બાઉલમાં એક ચમચી હળદર પાવડર લો અને તેમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો. હવે તેને કોટન બોલની મદદથી અસરગ્રસ્ત વિસ્તાર પર લગાવો. 20 મિનિટ પછી ચહેરો સાફ કરો. ઝડપથી આરામ મેળવવા માટે દરરોજ આ કરો.


ટેનિંગ: જો હાથ પર ટેનિગ હોય તો લીંબુ ટેનિગને દૂર કરે છે, એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દો. લીંબુની છાલથી 10-10 મિનિટ બંને હાથમાં સ્ક્રબ કરો. રોમ છિદ્રો ખૂલશે અને ટેનિંગ દૂર થશે સોફ્ટ સોપ કે વોશ વોશ હેન્ડ વોશ કરો અને ત્યારબાદ મોશ્ચરાઇઝર લગાવી દો.


ડ્રાઇનેસ: જો હાથની સ્કિન ડલ અને ડ્રાય હોય તો ગુલાબજળનો પ્રયોગ કરો. એક મોટા બાઉલમાં પાણી ગરમ કરો. 2 ગુલાબ અને અસેંશિયલ ઓઇલની આવશ્યકતા રહેશે. બાઉલમાં અસેંશિયલ ઓઇલમાં 2-3 બુંદ ઉમેરો. ગુલાબની પાંખડી પણ પાણીમાં નાખો. આ પાણીમાં 10થી12 મિનિટ હાથ ડૂબાડી રાખો. હેન્ડ વોશ કર્યાં બાદ હાથ પર મોશ્ચરાઇઝર લગાવો પણ ધ્યાન રાખો કે હાર્ડ સાબુના બદલે ફેશવોશ અથવા તો સોફ્ટ સાબુનો જ ઉપયોગ કરો.


 


 આપના હાથ વધુ ડલ અને ડ્રાઇ હોય તો આપને એપ્સમ સોલ્ટ અને ઓલિવ ઓઇલની જરૂર પડશે. એક બાઉલમાં થોડું ગરમ પાણી કરો અને તેમાં 12 કપ સોલ્ટ ઉમેરો, તેમાં ઓલિવ ઓઇલની 2-3 બુંદ ઉમેરો, આ બાઉલમાં 10-12 મિનિટ હાથ ડુબાડીને રાખો અને  ત્યારબાદ ક્રિમથી મોશ્ચારાઇઝ કરી લો.                                                 


Disclaimer:આ આર્ટિકલમાં જણાવેલ વિધિ, રીત તેમજ દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું.તેને માત્ર સૂચનના રૂપે લો.આ પ્રકારના કોઇ ઉપચાર દવા, ડાયટ,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.