Thicker Blood: શરીરને સ્વસ્થ રાખવા માટે લોહીનું પાતળું (Blood Thinner) રહેવું જરૂરી છે. જો લોહી જાડું થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન (Blood Cotting harm body parts) થઈ શકે છે.


હાલના સમયમાં લોહીના ગઠ્ઠા જામી જવાના ઘણાં કિસ્સા સામે આવી રહ્યાં છે. તેનું એક કારણ શરીરમાં રહેલું લોહી જાડું થઈ જવું પણ છે. જે એક ગંભીર રૂપ લઈ શકે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે લોહી પાતળું રહેવું જરૂરી છે. જો લોહી જાડું થવા લાગે અને ગઠ્ઠા થવા લાગે તો તેનાથી ગંભીર નુકસાન થઈ શકે છે. શરીરને અંદરથી હેલ્ધી રાખવા માટે લોહી પાતળું હોવું અત્યંત જરૂરી છે. આજે અમે તમને કેટલીક ધ્યાન આપવા જેવી બાબતો જણાવીશું.


બાયોલોજિકલ ભાષામાં લોહીને પ્લાઝ્મા પણ કહેવામાં આવે છે. પ્લાઝ્મા એ હળવા પીળા રંગનો પ્રવાહી છે જેમાં મોટાભાગે પાણી, પ્રોટીન, મેગ્નેશિયમ, કાર્બનડાયોક્સાઇડ, યુરિક એસિડ, નાઇટ્રોજન અને ઓક્સિજન હોય છે. એટલે કે આપણું લોહી પ્લાઝ્મા, લાલ રક્તકણો, સફેદ રક્તકણો અને પ્લેટલેટ્સથી બનેલું છે.


લોહીના ગંઠાવાના ઘણા પ્રકારો છે. મોટાભાગના લોહીના ગંઠાવાની શરૂઆત પગના નીચેના ભાગેથી થાય છે. તેમજ તમારા હૃદય, ફેફસાં, મગજ તથા પેટના વિસ્તારોમાં પણ લોહીના ગંઠા થઈ શકે છે.


કોરોના સંકટથી લોહી જાડુ થવાની સમસ્યા ખુબ વધી રહી છે. કોરોનાવાયરસ અભ્યાસ અંતર્ગત પ્રકાશમાં આવ્યું હતું કે, જે લોકો વાયરસથી સંક્રમિત થયા હતા, તેમના શરીરમાં 1 વર્ષ બાદ લોહી જાડુ થવાની સમસ્યા સામે આવી હતી. જેને કારણે તેઓને અન્ય બીમારી થવાના સંકેત મળ્યા હતા. એવામાં જો તમે લોહી જાડુ થવાના લક્ષણોને નજર અંદાજ કરો છો તો એ તમારી સૌથી મોટી ભૂલ છે. કારણ કે લક્ષણોને ટાળવાથી બીમારી ગંભીર રૂપ લે તેનો ખતરો વધી જાય છે. એવામાં તમારે તાત્કાલિક ધોરણે ડોકટરનો સંપર્ક કરવો જે તમારું સાચું માર્ગદર્શન કરશે.


ઉલ્લેખનીય છે કે, ઇજા પહોંચી હોય ત્યારે લોહી જાડુ થવુ જરૂરી છે કારણ કે તે રક્તને વધુ વહેવાથી અટકાવે છે. પરંતુ જ્યારે શરીરની અંદર નસોમાં લોહી જામ થવા લાગે એ ખતરાની નિશાની છે. નસોમાં લોહી જામ થવાને લીધે વ્યક્તિને હાર્ટ અટેક અને હાર્ટ સ્ટ્રોકની શક્યતા રહે છે.


લોહી જાડુ થવાના કેટલાક લક્ષણો


ચામડીના રંગમાં બદલાવ: 
લોહીના ગંઠાવાથી હાથ અને પગની નસો બ્લોક થઈ જાય છે. જેની અસર લોહીના ત્વચાના રંગ પર પડે છે.


સોજો આવવો :
લોહીના ગંઠાઇ જતાં વ્યક્તિના શરીરમાં રક્ત પરિભ્રમણમાં અવરોધ આવે છે. જેને પગલે લોહીનું સંચય અને કોશિકાઓમાં સોજો આવવાની શક્યતા રહે છે. આવામાં લોહીનું સંચય થાય છે અને કોષોમાં સોજો આવે છે. જેના લીધે વ્યક્તિને હાથ કે પેટમાં લોહી ગંઠાઇ શકે છે. આવી સ્થિતિમાં દર 3 વ્યક્તિને શરીરના વિભિન્ન ભાગોમાં સોજાની ફરિયાદ હોય છે.


છાતીમાં દુખાવો થવો:
જો તમને છાતીમાં દુખાવો ઉપડ્યો હોય તો તેનો અર્થ એ છે કે તમારા શરીરમાં બનેલો લોહીનો ગઠ્ઠો તૂટી ગયો છે. તેવા સંજોગોમાં વ્યક્તિને હાર્ટ એટેક પણ આવી શકે છે.


શ્વાસમાં તકલીફ:
જો તમને શ્વાસ લેવામાં સમસ્યા થતી હોય તો ફેફસાં અથવા હ્રદયમાં લોહી જામ થવાની નિશાની હોઇ શકે છે. જે તમારી ધબકારાની ગતિને વધારી શકે છે. સાથે જ તમે બેભાન પણ થઇ શકો છો.


સતત ઉધરસ આવવી:
સતત ઉધરસ પણ શરીરમાં લોહી ગંઠાઈ જવાની નિશાની છે. હેલ્થ એક્સપર્ટના મતે, જો તમને છાતીમાં ઈજા થઈ હોય અથવા ખાંસીથી લોહી નીકળતું હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઇએ.