Health:આજની જીવનશૈલી એવી બની ગઈ છે કે, જેમાં મોટાભાગના લોકોને કલાકો સુધી બેસીને ઓફિસનું કામ કરવું પડે છે. કેટલાક લોકો એવા હોય છે જેમને લાંબા સમય સુધી બેસીને ટીવી જોવાની કે મોબાઈલનો ઉપયોગ કરવાની આદત હોય છે. શું તમે જાણો છો કે સતત બેસી રહેવાથી અને કોઈ શારીરિક પ્રવૃત્તિ ન કરવાને કારણે શરીરમાં અનેક ગંભીર બીમારીઓ થવાનો ખતરો રહે છે. એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો તમે ઘણા કલાકો સુધી સતત બેસી રહેશો તો તમને કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝ સહિત અનેક બીમારીઓનું ગંભીર જોખમ વધે છે.
નિષ્ણાતો કહે છે કે સતત બેસીને કામ કરવાને બદલે, તમારે દર કલાકે 5-10 મિનિટ ચાલવું અથવા અન્ય કોઈ શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. જે લોકો કલાકો સુધી બેસી રહે છે અને વચ્ચે-વચ્ચે ઉઠવાનો પ્રયાસ કરતા નથી, તેમને હૃદય રોગનો ખતરો વધુ રહે છે. જણાવી દઈએ કે લાંબા સમય સુધી બેસી રહેવાથી બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.
એથરોસ્ક્લેરોસિસ
એથરોસ્ક્લેરોસિસ એવી સ્થિતિ છે, જેમાં ધમનીઓ સંકોચવા લાગે છે અને સખત બની જાય છે. જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ પણ પ્રભાવિત થાય છે. એથરોસ્ક્લેરોસિસને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ પણ કહેવામાં આવે છે. એથરોસ્ક્લેરોસિસમાં, સ્ટ્રોક, પેરિફેરલ વેસ્ક્યુલર રોગ અને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે.
ડીપ વેઈન થ્રોમ્બોસિસ
ડીપ વેઈન થ્રોમ્બોસીસના રોગમાં નસોની અંદર લોહી જામવા લાગે છે. જો કે, શરીરની કોઈપણ નસમાં લોહી જામી શકે છે. જોકે ડીપ વેઈન થ્રોમ્બોસિસ સામાન્ય રીતે શરીરના નીચેના ભાગને અસર કરે છે.
હાઈ બ્લડ પ્રેશર
લાંબા સમય સુધી બેસી રહેવાથી પણ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ રહે છે. હાઈ બ્લડ પ્રેશર એક ચિંતાજનક સ્થિતિ છે કારણ કે તે હાર્ટ એટેક, સ્ટ્રોક, હૃદય રોગ, કિડનીની સમસ્યાઓ, લીવર સમસ્યાઓ વગેરે તરફ દોરી શકે છે.
સ્થૂળતા
લાંબા સમય સુધી બેસી રહેવાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. કારણ કે તમે તમારું કામ એક જ જગ્યાએ બેસીને કરો છો અને વિવિધ પ્રકારની ખાદ્યપદાર્થો ખાઓ છો. એવા ઘણા લોકો છે જેઓ બેસીને બેઠા બેઠા કામ કરતા -કરતા બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાય છે. તેમનામાં સ્થૂળતાનું જોખમ વધારે હોય છે.