Health:બાળકોથી લઇને યંગસ્ટર્સ સુધી મોટાભાગના લોકો કેડબરીના સ્વાદના દિવાના હોય છે. ભારતમાં પણ તેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે. બાળકોથી લઈને વડીલો આ ચોકલેટ ખાવા માટે હર હંમેશા રેડી હોય છે. પરંતુ યુકેની દુકાનોમાંથી આ ચોકલેટ દૂર કરવામાં આવી રહી છે. તેની પાછળનું કારણ લિસ્ટેરિયા વાયરસ છે જે છ કેડબરી ઉત્પાદનોમાં જોવા મળે છે. આ ચોકલેટને ગર્ભવતી મહિલાઓ અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ખતરનાક માનવામાં આવે છે.
લિસ્ટેરિયા વાયરસ શું છે
લિસ્ટેરિયા એ માનવ સહિત સસ્તન પ્રાણીઓમાં જોવા મળતો વાયરસ છે. તેના ચેપને લિસ્ટરિયોસિસ કહેવામાં આવે છે. તે પાણી, માટી અને પ્રાણીઓના આંતરડામાં જોવા મળે છે. 1998 માં, વાયરસ ઘણા દેશોમાં ફેલાયો. તે માંસ અને હોટ ડોગ્સમાં હાજર હતું, જેના કારણે 21 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અનુસાર, તે દર વર્ષે મિલિયન લોકો દીઠ 0.1 થી 10 કેસોમાં થાય છે. સ્ટીરિયોસિસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
લિસ્ટેરિયાથી થતી બીમારીના લક્ષણો
- ઉલ્ટી થવી
- માંસપેશીમાં દુખાવો થવો
- શરીરમાં દુખાવો થવો
- ખૂબ જ તાવ આવવો
- ડાયરિયા થવા
- આ લોકોને વધુ જોખમ
60થી વધુ ઉંમરની વ્યક્તિ અને ગર્ભવતી સ્ત્રીઓને વધુ જોખમ છે. તો યૂકેમાં આ વાતને લઇને ચેતાવણી જાહેર કરવામાં આવી છે.અનપેસ્ટ્યુરાઇઝ્ડ દૂધમાં ઘણીવાર લિસ્ટરિયા હોઈ શકે છે. કેડબરીની ચોકલેટ બનાવવામાં પણ દૂધનો ઉપયોગ થાય છે, તેથી શક્ય છે કે આ બેક્ટેરિયા ત્યાંથી આવ્યા હોય. પરંતુ આ અંગે હજું સ્પષ્ટ રીતે કંઇ કહેવું વહેલું જશે.
Health tips:ડાર્ક ચોકલેટના છે આ મોટા 5 ફાયદા, આ રોગમાં કરે છે ઔષધનું કામ
Dark Chocklate: સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટમાં મોજૂદ મેગ્નેશિયમ બ્લડપ્રેશરને ઓછું કરવામાં ફાયદાકારક છે. વર્ષ 2021માં ઓસ્ટ્રેલિયામાં થયેલા સ્ટડી મુજબ જો લોકો થોડા થોડા સમયના અંતરે ડાર્ડ ચોકલેટ ખાય છે. તેમનું બ્લડપ્રેશર નોર્મલ રહે છે.
કોલેસ્ટ્રોલની સમસ્યામાં પણ ડાર્ક ચોકલેટ મદદરૂપ સાબિત થાય છે.સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટનું સેવન બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. જેના કારણે હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ ટળે છે.
2015માં થયેલી સ્ટડીમાં જોવા મળ્યું હતું કે, ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. ડાર્ક ચોકલેટના સેવનથી સફેદ રક્ત કોશિકાઓ બ્લડવેસેલ્સ ચોંટવાથી રોકે છે. હાર્ટ જનરલમાં પ્રકાશિત એક બીજી સ્ટડી મુજબ રોજ ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટની બીમારી અને સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે.
શોધકર્તાનું માનવું છે કે, ડાર્ક ચોકલેટ ખાવાથી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી થતો. ડાર્ક ચોકલેટમાં મોનોસેચુરેટેડ ફેટી એસિડ મોજૂદ છે. જે મોટાબોલિઝ્મ મજબૂત કરીને ફેટને બર્ન કરે છે. એક સ્ટડીનું તારણ છે કે, ભોજન બાદ ડેજર્ટમાં ડાર્ક ચોકલેટ ખાવાથી વજન નિયંત્રિત રહે છે.
ડાર્ક ચોકલેટ ખાવાથી યાદશક્તિ વધે છે. વર્ષ 2012માં યૂનિવર્સિટી ઓફ નોટિધમ દ્રારા થયેલી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, ડાર્ડ ચોકલેટના સેવનથી મગજમાં થોડા બ્લડ સર્ક્યુલેશન સારૂં થાય છે. જેનાથી કાર્યક્ષમતા વધે છે. વર્ષ 2013માં ન્યુરોલોજી જનરલમાં પ્રકાશિત સ્ટડી મુજબ ડાર્ક ચોકલેટ ખાવાથી 30ટકા મેમરી પાવર વધે છે.