Rapid Weight Loss Harmful: શરીરને સ્વસ્થ રાખવા માટે વજનને નિયંત્રણમાં રાખવું સૌથી જરૂરી છે. જો કે, વજન ઘટાડતી વખતે, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે, તમે તંદુરસ્ત રીતે વજન ગુમાવો છો. આજકાલ લોકો પાતળા થવા માટે ખૂબ ડાયટિંગ કરે છે. ઘણી વખત, કંઈપણ ખાધા વિના વજન ઘટાડવું એટલે કે ક્રેશ ડાયટિંગ કરે છે.જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. ઘણી વખત ડાયટિંગ દરમિયાન લોકોનું વજન વધી જાય છે. કારણ કે, જે લોકો કેટલાક લોકો ઇન્ટમિટેંટ ડાયટિંગ કરે છે અને 16 કલાકના ઉપવાસ બાદ ખાવા પણ તૂટી પડે છે. જેના કારણે વજન ઘટવાના બદલે વધી જાય છે. જાણીએ ડાયટિંગ દરમિયાન થતી ભૂલોથી શરીરને શું નુકસાન થાય છે.


ચીડિયાપણું અને થાક - જ્યારે તમે પૂરતું નથી ખાતા અને ભૂખ્યા રહો છો, ત્યારે તમારા શરીરને ઊર્જા મળતી નથી અને તમે થાક અને નબળાઈ અનુભવો છો. તમે જોયું હશે કે, જે લોકો ક્રશ ડાયટિંગ કરે છે તેમાંથી મોટાભાગના લોકો ચીડિયા સ્વભાવના હોય છે. આવા લોકોનું બ્લડ શુગર લેવલ પણ ઓછું થઈ જાય છે.


નબળું ચયાપચય- ઓછું ખાવાથી પણ ચયાપચય પર અસર થાય છે. જે લોકો ડાયેટ કરે છે અથવા ભોજન છોડી દે છે,  તો પણ ક્યારેક એવું થાય છે કે,  તેમનું વજન હજુ પણ ઘટતું નથી અને ઉલટું તેમનું વજન વધવા લાગે છે. આનું કારણ તમારું મેટાબોલિઝમ છે. ડાયેટિંગ દરમિયાન સ્નાયુઓ ઢીલા થવા લાગે છે અને શરીરનો આકાર બગડી શકે છે.


પાચન સંબંધી સમસ્યાઓ- ઓછું ખાવાથી પાચનતંત્ર પર અસર થાય છે અને પાચનતંત્ર નબળું પડી જાય છે. જો ડાયટિંગ દરમિયાન બધા જ વિટામિન્સ મિનરલ્સ ફૂડથી ન મળે તો પોષકતત્વોની ઉણપ જણાય છે, શરીરને જરૂરી તત્વો મળતા નથી. જેના કારણે પાચન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે.


પથરીની સમસ્યાઃ- જે લોકો વારંવાર ઓછું ખાય છે અથવા ડાયટ કરે છે, તેમના શરીરને ઓછી કેલરી મળે છે. લાંબા સમય સુધી આવી નિત્યક્રમનું પાલન કરવાથી પિત્તાશયમાં પથરી થવાનું જોખમ પણ વધી જાય છે.


એક્સપર્ટ્સનો અભિપ્રાય - એક્સપર્ટ્સના મતે ડાયટિંગ કરતાં હેલ્ધી ફૂડ ખાવું હિતાવહ છે. વિચાર્યા વગર કોઈપણ ડાયેટિંગ પ્લાન ફોલો કરવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. આ તમારી સ્થૂળતા ઘટાડવાને બદલે ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે વજન ઘટાડવા માટે ડાયેટ કરવા માંગો છો, તો પહેલા ડાયેટિશિયન અથવા ન્યુટ્રિશનલ એક્સપર્ટની સલાહ લો.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો