Viral News:IPLનો પ્રથમ તબક્કો લગભગ પૂરો થઈ ગયો છે, હવે તે તેના અંતિમ દિવસો તરફ આગળ વધી રહ્યો છે. દેશમાં આઈપીએલનો ક્રેઝ એટલો જોરદાર છે કે, લોકો પોતાનું કામ અને ધંધો છોડીને મેચ જોવાને પ્રાથમિકતા આપે છે. IPL ફીવરને કારણે દેશભરમાંથી અલગ-અલગ પ્રકારની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. આવી સ્થિતિમાં આ અંગે કેટલાક સમાચાર સામે આવ્યાં છે જેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. આવા જ એક સમાચાર બિહારના અરાહથી આવી રહ્યા છે, જ્યાં એક વ્યક્તિએ ક્રિકેટ ફેન્ટસી એપ પર રમીને 1.5 કરોડ રૂપિયા જીત્યા, આશ્ચર્યજનક વાત એ છે કે તે વ્યક્તિને ક્રિકેટનું બિલકુલ જ્ઞાન ન હતું.


દીપુ મિકેનિકનું કામ કરે છે


નસીબ ક્યારે તમારો સાથ આપશે તે કોઈ કહી શકતું નથી, દીપુ ઓઝા સાથે પણ કંઈક આવું જ બન્યું હતું. ખરેખર, બિહારના અરાહ જિલ્લાના કોહાડ ગામના રહેવાસી દીપુ ઓઝાએ રવિવારે રમાયેલી કોલકાતા vs RCB મેચમાં મોબાઇલ ગેમિંગ એપ પર IPL ફેન્ટસી રમીને 1.5 કરોડ રૂપિયા જીત્યા હતા. તેણે મેચમાં આન્દ્રે રસેલને કેપ્ટન બનાવ્યો હતો. દીપુ બહુ ભણેલો નથી, તે 8મા ધોરણનો વિદ્યાર્થી છે અને ગેરેજમાં મિકેનિક તરીકે કામ કરે છે. દીપુ ઓઝાએ જણાવ્યું કે તેને ક્રિકેટનું બિલકુલ જ્ઞાન નથી અને તેણે અનુમાન લગાવીને જ ટીમની પસંદગી કરી જે તેના માટે યોગ્ય સાબિત થઈ.


ઓઝાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે, મારી પાસે તે દિવસે કરવા માટે કોઈ કામ નહોતું, તેથી મેં બેસીને એક ફેન્ટસી ટીમ બનાવી. હું છેલ્લા 6 મહિનાથી જ આ સાથે જોડાયેલો છું અને અંદાજ લાગાવીને રમતો હતો.  દીપુ ઓઝા આ રકમનું શું કરશે તે નક્કી કરી શક્યા નથી. આ પહેલા પણ ઘણા લોકો ફેન્ટસી ગેમ રમીને કરોડો રૂપિયા જીતી ચૂક્યા છે.