થાઈરોઈડના ચપેટમાં આવવાથી દર્દીને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. આ દિવસોમાં તમામ લોકો થાઈરોઈડથી પરેશાન છે.  શરીરમાં દેખાતા કેટલાક બદલાવ પરથી અંદાજ લગાવી શકાય છે કે તમને કઈ બિમારીની ચપેટમાં આવી રહ્યા છો. થાઈરોઈડ ગ્રંથિ એક જરુરી હોર્મોન રેગુલેટર છે પરંતુ આ ખાસ કરી મહિલાઓમાં સંભવ થઈ શકે છે. આ લેખમાં અમે તમને થાયરોઈડ અને તેના લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ.

  





શું છે થાઈરોઈડ ?


થાઇરોઇડ એ ગરદનની નજીકની ગ્રંથિ છે. થાઇરોઇડ એ પતંગિયાના આકારની ગ્રંથિ છે જે ગળામાં શ્વાસ નળીની સામે હોય છે. તેનું કામ હોર્મોન્સને નિયંત્રિત કરવાનું છે. શરીરના અન્ય ભાગોની જેમ, થાઇરોઇડ કાર્યને નિયંત્રિત અને નિયમન કરવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જ્યારે હોર્મોનના સ્તરમાં અચાનક વધઘટ થાય છે, ત્યારે શરીરમાં ઘણા લક્ષણો દેખાઈ શકે છે.


જો તમને થાઇરોઇડ રોગ છે તો તમે વિવિધ લક્ષણોનો અનુભવ કરી શકો છો. જો કે  અમુક સમયે આ લક્ષણો સામાન્ય હોઈ શકે છે.આનાથી તમારા લક્ષણો થાઈરોઈડની સમસ્યા સાથે સંબંધિત છે કે નહીં તે જાણવું મુશ્કેલ બની શકે છે. આ કિસ્સામાં થાઇરોઇડના લક્ષણોને બે જૂથોમાં વહેંચવામાં આવે છે. ખૂબ વધારે થાઇરોઇડ હોર્મોન (હાયપરથાઇરોઇડિઝમ) અને ખૂબ ઓછું થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ). 






હાયપરથાઇરોઇડિઝમના લક્ષણો




ચીડિયાપણું અને ગભરાટ


ઊંઘમાં મુશ્કેલી


વજનમાં ઘટાડો


વધેલી થાઇરોઇડ ગ્રંથિ


સ્નાયુઓની નબળાઇ અને ધ્રુજારી થવી


અનિયમિત પીરિયડ્સ અથવા  પીરિયડ્સ બંધ થવા


દ્રષ્ટિની સમસ્યાઓ અથવા આંખોમાં બળતરા


હાયપોથાઇરોડિઝમના લક્ષણો


થાક લાગવો


વજન વધવું


ભૂલવાની બિમારી


વારંવાર અને સતત પીરિયડ્


શુષ્ક અને મોટા વાળ


કર્કશ અવાજ