Health tips:જો આપને સૂતા પહેલા ગેસ બનવા લાગે અને ઊંઘ ઓછી આવતી હોય તો આપને  આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જાણો કેમ આવું થાય છે અને રાત્રે ગેસની સમસ્યાથી કેવી રીતે બચી શકાય.


ઘણીવાર લોકોને રાત્રે પેટ ફૂલવાની અને ગેસ બનવાની સમસ્યા થવા લાગે છે. પેટમાં ગેસ થવાને કારણે સૂતી વખતે બેચેનીનો અનુભવ થાય છે અને ઊંઘ પણ સારી નથી આવતી. જ્યાં સુધી ગેસ પસાર ન થાય ત્યાં સુધી ઊંઘ પણ સારી નથી આવતી. આખી રાત બાજુઓ બદલવાથી ઊંઘ તૂટી જાય છે. ક્યારેક જ્યારે સમસ્યા વધી જાય છે તો પેટમાં દુખાવો પણ થાય છે. કેટલાક લોકો પેટમાં બળતરા પણ થાય  છે. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે તમને રાત્રે ગેસ કેમ થાય છે. આ પાછળનું કારણ શું છે અને તેને કેવી રીતે અટકાવવું?


રાત્રે ગેસ થવાના કારણો


 ખોરાક ખાધા પછી જ્યારે તેને પચાવવાનું કામ શરૂ થાય છે ત્યારે પેટમાં ઝડપથી ગેસ બને છે. આવી સ્થિતિમાં જો તમે ભારે ખોરાક ખાધો હોય તો વધુ ગેસ બનવા લાગે છે. જો તમે રાત્રે વધારે ખોરાક લો છો તો પણ ગેસ બનવાની સમસ્યા તમને વધુ પરેશાન કરી શકે છે.


તંદુરસ્ત આંતરડાના બેક્ટેરિયાને ખોરાકને યોગ્ય રીતે પચવામાં લગભગ 6 કલાક લાગે છે. તમે છેલ્લા 6 કલાકમાં લંચ સહિત જે પણ ખાધું છે તેનાથી પણ તમારા પેટમાં ગેસ થઈ શકે છે. પછી ભલે ગમે તેટલું હલકું તમે રાત્રે ભોજન લીધું હોય. રાત્રે સૂતી વખતે પેટ  ફૂલેલું લાગે છે.


રાત્રે ગેસ બનવાનું બીજું કારણ ઉચ્ચ ફાઈબર યુક્ત ખોરાક પણ છે. ઉચ્ચ ફાઈબર ખોરાક પચવામાં સમય લે છે અને ગેસ પણ ઉત્પન્ન કરે છે. રાત્રિભોજનમાં કઠોળ, વટાણા, ફળો, શાકભાજી અને આખા અનાજ ન ખાઓ.


રાત્રે ગેસથી બચવા માટે શું કરશો?


 રાત્રિભોજન પછી, ઓછામાં ઓછા 20 મિનિટ ચાલો. ખોરાક ખાધા પછી તરત જ ઊંઘી જવું સ્વાસ્થ્ય માટે સારું નથી. જેના કારણે પેટમાં ગેસ બને છે.


 આપને  આખા દિવસમાં ઓછામાં ઓછું 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ખોરાકની સારી પાચન અને પોષક તત્વોનું વધુ સારી રીતે શોષણ કરવા માટે પૂરતું પાણી પીઓ. પાણી ઓછું પીવાથી રાત્રે ગેસની સમસ્યા વધી શકે છે.


 બે મીલ વચ્ચે વધુ સમયનું અંતર પણ ગેસનું કારણ બંને છે. જેથી મીલની વચ્ચે કંઇકને કંઇક હેલ્ધી ફૂડ ખાવાનો આગ્રહ રાખો. ઓવર ઇટિંગથી બચો.