Tomato Hacks: શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે. દેશી ટામેટા ખાવાથી સ્વાસ્થ્યની સાથે ત્વચાને પણ ખૂબ જ ફાયદો થાય છે.
શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ગ્લોઇંગ ર બનાવવા માટે કરવામાં આવે છે. ટામેટાં હેલ્થ અને સૌદર્ય બંને દષ્ટીએ ખૂબ જ ફાયદાકારક છે.
જ્યાં પણ ત્વચાની સંભાળની વાત આવે છે, ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે માત્ર કુદરતી વસ્તુઓ જ સ્કિન કેર માટે ઉત્તમ છે. પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ ન કરો તો થોડા સમય પછી ત્વચા પર કેમિકલની અસર દેખાવા લાગે છે અને ત્વચા જલ્દી વૃદ્ધ થવા લાગે છે. શિયાળામાં આવતા શાકભાજી અને ફળો બંનેનો ઉપયોગ ત્વચાને કુદરતી રીતે ચમકદાર બનાવવા માટે કરી શકાય છે., શિયાળામાં મળતા દેશી ટામેટા ખાવાની સાથે, તે તમારી ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો ચાલો જાણીએ કે આપણે શિયાળામાં ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.
આઇ માસ્ક
શું તમે જાણો છો કે ટામેટાની છાલ પોષણથી ભરપૂર હોય છે? તેમાં વિટામીન-સી હોય છે જે ત્વચાને સાફ કરે છે અને ફાઈન લાઈન્સને ઓછી કરવામાં પણ સક્ષમ છે. આપ ટામેટાની છાલને થોડા સમય માટે આંખોની નીચે રાખી શકો છો. તે તમારી આંખોની નીચેના ડાર્ક સર્કલને ઠીક કરવામાં મદદ કરે છે.
હોમમેઇડ સ્ક્રબ બનાવો
દેશી ટામેટાની મદદથી તમે ઘરે જ સ્ક્રબ પણ બનાવી શકો છો.આના માટે તમે દેશી ટામેટા અને થોડી બ્રાઉન સુગર લો. આ પછી, દેશી ટામેટાને કાપીને તેમાં થોડી બ્રાઉન સુગર ઉમેરો અને તેને સીધા તમારા ચહેરા પર સ્ક્રબ કરો. આમ કરવાથી તમારી ડેડ સ્કિન દૂર થાય છે.
સનબર્ન માટે ટામેટાંનો ઉપયોગ કરો-
ઘણા લોકો શિયાળા કે ચોમાસામાં આ ભૂલ કરે છે કે તેઓ તેમની ત્વચા પર સનસ્ક્રીન નથી લગાવતા. આવી સ્થિતિમાં સનબર્નની સમસ્યા ઘણી વધી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે તમે ટામેટા અને દહીંનું પેક પણ લગાવી શકો છો. આ માટે બ્લેન્ડરમાં એક ટામેટા નાંખો અને તેમાં અડધો કપ દહીં ઉમેરો. તેમને સારી રીતે પીસી લો અને પછી ચહેરા પર લગાવો. આ પેસ્ટને સનબર્નવાળી જગ્યા પર લગાવવાથી સનબર્ન મટે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.