Trademill Running: સ્વસ્થ રહેવા માટે ટ્રેડમિલ રનિંગ એ સારો વિકલ્પ છે. પરંતુ જો આ દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો સ્વાસ્થ્ય સુધરવાના બદલે વધુ નુકસાન થાય છે.


ઘરની આસપાસ જગ્યાનો અભાવ અને દોડવા જેવી આવશ્યક પ્રવૃત્તિઓ માટે જગ્યાના અભાવે ટ્રેડમિલને આપણા જીવનનો એક ભાગ બનાવી દીધો છે. આ એક સારો વિકલ્પ છે, જેના દ્વારા તમે શરીરને સક્રિય રાખી શકો છો અને કસરતનો ઘણો સમય ન હોવા છતાં પણ ટ્રેડમિલ પર દોડીને તમારી વધારાની કેલરી બર્ન કરી શકો છો. ફિટનેસ વધારવા, ચરબી ઘટાડવા, સ્વસ્થ રહેવા અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આ એક સારું સાધન છે. જો કે, આ લાભો ત્યારે જ મળે છે જ્યારે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો છો. નહિંતર, ટ્રેડમિલનો ઉપયોગ તમને સ્વસ્થ બનાવવાને બદલે બીમાર કરી શકે છે. અહીં જાણો, ટ્રેડમિલ પર દોડતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ...


ટ્રેડમિલ રનિંગ કેવી રીતે શરૂ કરવી?


ટ્રેડમિલ દોડવાનું શરૂ કરતા પહેલા વોર્મઅપ  કરવું જરૂરી છે. જેથી તમારા સ્નાયુઓ ફ્લેગ્જિબલ  થઇ શકે છે અને અચાનક તેમના પર વધારાનું દબાણ ન સર્જાય. જો તમે આનું ધ્યાન ન રાખો તો સ્નાયુઓમાં દુખાવો અને સોજાની સમસ્યા થઈ શકે છે.


ઘૂંટણનો દુખાવો


ટ્રેડમિલ પર  દોડતી વખતે, ઝડપ હંમેશા ધીમે ધીમે વધારવી જોઈએ. શરૂઆતથી જ હાઈ સ્પીડ સાથે ન દોડો. કારણ કે ટ્રેડમિલ રનિંગ દરમિયાન સામાન્ય રનિંગ કરતા ઘૂંટણ પર વધુ દબાણ આવે છે. જો તમે સ્પીડને લગતી આ બાબતનું ધ્યાન રાખશો નહીં, તો પછી તમે આંતરિક રીતે ઘૂંટણને પણ નુકસાન પહોંચાડશો.  


થાક ઊર્જાનું સ્થાન લેશે


જ્યારે તમે જમીન પર દોડો છો અને જ્યારે તમે ટ્રેડમિલ પર દોડો છો, ત્યારે એમાં મૂળભૂત તફાવત છે કે તમે જમીન પર દોડતી વખતે તમારા શરીરને નિયંત્રિત કરી રહ્યાં છો. જ્યારે ટ્રેડમિલ પર દોડતી વખતે આ મશીન તમારા શરીરને નિયંત્રિત કરી રહ્યું છે. આવી સ્થિતિમાં સ્પીડ એટલી ન વધારવી કે શ્વાસ લેવામાં તકલીફ પડે.


તમારી સ્પીડ વધારે છે કે નહીં તે જાણવાનો બીજો રસ્તો એ છે કે, જો તમારે દોડતી વખતે ટ્રેડમિલના હેન્ડ્રેઇલનો આશરો લેવો પડે તો સમજવું કે સ્પીડ વધુ છે.હેન્ડ્રેલની મદદથી ટ્રેડમિલ પર દોડવું એ ખોટી રીત છે. આમ કરવાથી ફાયદાના બદલે નુકસાન થાય છે.


અકસ્માત ટાળવા માટે


ટ્રેડમિલ શરૂ કર્યા પછી તમારા પગ સીધા બેલ્ટ પર પગના રાખો.  તેના બદલે, પ્રથમ ડેક પર ઊભા રહો. જેથી કોઈ પણ પરિસ્થિતિમાં જો મશીનની સ્પીડ વધુ ઝડપી બને તો તમે પહેલા તે પ્રમાણે સેટ કરી શકે.ટ્રેડમિલ પર દોડતી વખતે ક્યારેય નીચે ન જુઓ. તેનાથી સંતુલન બગડી શકે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.