Diet In Pcod: પીસીઓડીને કન્ટ્રોલ કરવા માટે આપ ડાયટ અને એક્સરસાઇઝ પર ધ્યાન આપો, યોગ્ય ડાયટ દ્રારા પણ તેને નિયંત્રિત કરી શકાય છે.


આજની આપણી  અસ્તવ્યસ્ત લાઇફ સ્ટાઇલના કારણે મેદસ્વીતા સહિત અનેક સમસ્યાઓનો સામનો મહિલાઓ કરી રહી છે. લાઇફસ્ટાઇલ અને મેદસ્વીતાની દેણ છે પીસીઓડી. મહિલાઓને પીસીઓડીના કારણે પ્રેગ્નન્સીમાં મુશ્કેલી પડે છે. આ સ્થિતિમાં મહિલાઓને અનેકવાર સવાલ થાય છે કે, શું આ સીપીઓડીની સમસ્યા સાથે કંસીવ કરી શકાય છે? તો આપને જણાવી દઇએ કે પીસીઓડીના કારણે એન્ડ્રોજન હોર્મોન વધી જાય છે અને ગર્ભધારમાં મુશ્કેલી આવે છે.


શું પીસીઓડીમાં કંસીવ કરવું શકય છે?


જે મહિલાઓ PCOD થી પીડાય છે તેમના શરીરમાં એસ્ટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે અને એન્ડ્રોજનનું સ્તર વધે છે. કેટલીક સ્ત્રીઓને લાગે છે કે જો તેમને PCOD હોય તો ગર્ભાવસ્થા શક્ય નથી, એવું નથી કે તમે હોર્મોન્સને નિયંત્રિત કરીને અને દવાઓ વડે સરળતાથી ગર્ભ ધારણ કરી શકાય છે.


પીસીઓડીને કેવી રીતે કરશો નિયંત્રિત?


આહાર- તમે આહાર વડે PCODને નિયંત્રિત કરી શકો છો. આહારમાં આખા અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો અને ઓછી ચરબીવાળા ડેરી ઉત્પાદનોનો સમાવેશ કરો. આ રીતે ખાવાથી શરીર સ્વસ્થ રહેશે અને વજન પણ નિયંત્રણમાં રહેશે.


વજન ઘટાડવું- PCODની સમસ્યા હોય ત્યારે સ્થૂળતા વધે છે. આવી સ્થિતિમાં ડોક્ટરો પહેલા વજન ઘટાડવાની સલાહ આપે છે. આ સાથે, તમારા પીરિયડ્સ રૂટીનમાં આવે છે અને શરીરમાં ઓવ્યુલેશનની પ્રક્રિયા શરૂ થાય છે. તેનાથી પ્રેગ્નન્સીની શક્યતા વધી જાય છે.


દવાઓનું સેવન- જો તમને PCOD છે તો સૌથી પહેલા ડૉક્ટરને મળો. તમારા પીરિયડ્સને નિયમિત કરવા માટે ડૉક્ટરો તમને દવા આપે છે. આ માટે બર્થ પિલ્સની ગોળીઓ લેવાનું કહેવાય છે.


Disclaimer: આ સૂચના માત્ર માન્યતા અને જાણકારી પર આધારિત છે. એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે. abp અસ્મિતા કોઇપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટી નથી કરતું આ એક નિષ્ણાતોના મત છે. તો તેને અમલ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.


આ પણ વાંચો


PIB Fact Check: શું સરકાર 'મહિલા સ્વરોજગાર યોજના' હેઠળ મહિલાઓના ખાતામાં એક લાખ રૂપિયા જમા કરાવી રહી છે? જાણો સત્ય


KBC 14: અમિતાભ બચ્ચને એડ એજન્સીઓ સાથેના કામની વ્યથા વર્ણવી, કહ્યું - મોટો એક્ટર હોય તો પણ....


આ કારણથી Vijay Devarakonda ચંપલ પહેરીને કરી રહ્યો છે Liger ફિલ્મનું પ્રમોશન, કારણ છે રસપ્રદ...


Exam: 42 વર્ષની માં અને 24 વર્ષના દીકરાએ એકસાથે પાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષા, દીકરો બોલ્યો- વિચાર્યુ ન હતુ...........