બાલ્ટીમોર: ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા વિશ્વના પ્રથમ વ્યક્તિનું સર્જરીના બે મહિના બાદ મૃત્યુ થયું છે. 57 વર્ષીય ડેવિડ બેનેટનું મંગળવારે the University of Maryland Medical Center માં મૃત્યુ થયું છે. આ જ કેન્દ્રમાં બે મહિના પહેલા ડેવિડના શરીરમાં ડુક્કરનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.


 મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડૉક્ટરોએ મૃત્યુનું ચોક્કસ કારણ નથી આપ્યું. જોકે ડોક્ટરોએ કહ્યું હતું કે ડેવિડની તબિયત ઘણા દિવસો અગાઉથી ખરાબ થવા લાગી હતી.


 પુત્રએ હોસ્પિટલના વખાણ કર્યા 


ડેવિડના પુત્રએ બે મહિના પહેલા આ પ્રયોગની ઓફર કરવા બદલ હોસ્પિટલની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે પરિવારને આશા છે કે તે ઓર્ગનની અછતને દૂર કરવાના વધુ પ્રયત્નોમાં મદદ કરશે. મેડિકલ સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં ડેવિડ બેનેટ જૂનિયરે જણાવ્યું હતું કે અમે દરેક ક્ષણ માટે આભારી છીએ. અમે આશા રાખીએ છીએ કે આ આશાની શરૂઆત હોઇ શકે છે પણ અંત નહીં.


પ્રાણીઓના અંગોનો ઉપયોગ કરવા માટે ડૉક્ટરો દાયકાઓથી માંગ કરી રહ્યા છે. જો બેનેટે આ સર્જરી ન કરાવી હોત તો તે બચી શક્યો ન હોત. જેના આધારે યુએસ હેલ્થ રેગ્યુલેટર દ્વારા the University of Maryland Medical Center ના ડોકટરોને આ પ્રક્રિયા માટે વિશેષ છૂટ આપવામાં આવી હતી. 7 જાન્યુઆરીના રોજ કરાયેલા ઓપરેશન પછી બેનેટના પુત્રએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના પિતા જાણતા હતા કે તે કામ કરશે તેવી કોઈ ગેરન્ટી નથી.


 શરૂઆતમાં ડુક્કરનું હૃદય બેનેટના શરીરમાં કામ કરતું હતું અને હોસ્પિટલ સમયાંતરે અપડેટ આપતી રહી હતી કે બેનેટ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે. ગયા મહિને હોસ્પિટલે ડેવિડનો એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં તે પોતાના ફિઝિકલ થેરાપિસ્ટ સાથે કામ કરતી વખતે હોસ્પિટલના બેડ પરથી ફૂટબોલની મેચ જોઇ રહ્યો હતો.


 


Russia Ukraine War: ‘ચારેબાજુ બોમ્બ-રોકેટ પડવાનો આવતો હતો અવાજ’, પૂર્વ મિસ યુક્રેને વર્ણવી પુત્ર સાથે દેશ છોડવાની કહાની


અમદાવાદ હત્યાઃ 13 વર્ષથી હતો પ્રેમસંબંધ, દીકરીની સગાઇ થતાં પ્રેમિકાએ તોડ્યો સંબંધ ને પ્રેમીએ કરી નાંખી હત્યા


Holi 2022: આવતીકાલથી 8 દિવસ નહીં થાય માંગલિક કાર્ય, જાણો હોળાષ્ટકમાં શું કરશો અને શું નહીં


LIC IPO: હવે કોઈપણ કિંમતે નહીં ટળે LIC IPO! જાણો શું છે કારણ