Immunity Boosting Tips: દેશમાં હાલ કોરોના (Coronaviurs) બેકાબુ બની ગયો છે. દેશમાં કોરોનાને નાથવા રસીકરણ (Corona Vaccination) પણ શરૂ થઈ ગયું હોવા છતાં જે ગતિથી વધી રહ્યો છે તેને લઈ ચિંતા વધી છે. કોરોનાકાળમાં લોકો રોગપ્રતિકારક શક્તિ (Immunity Power) વધારતાં હોય છે. જો તમારે પણ કોરોનાની ઝપેટમાં આવવાથી બચવું હોય તો આ 4 વસ્તુઓ કરવી જોઈએ.
ડાયટમાં પ્રોટીન લોઃ કોરોનાથી બચવા નાસ્તામાં પ્રોટીન ડાયટે લેવું જોઈએ. પ્રોટીનથી શરીરને એમીનો એસિડ મળે છે. જે આપણા શરીરમાં હેલ્પર ટી સેલ્સને જનરેટ કરવામાં મદદ કરે છે. આ સેલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારતી એનર્જી આપે છે.
અડધી કલાક તડકો લોઃ કોરોનાથી બચવા દરરોજ 30 મિનિટ તડકો લેવો જોઈએ. તડકો શરીરમાં રહેલા ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરતાં ટી-સેલ્સને એનર્જી આપવાનું કામ કરે છે. સવાર તડકામાં વિટામિન ડી પણ હોય છે.
મેડિટેશન કરોઃ મેડિટેશન કરવાથી શરીરમાં હેપ્પી હોર્મોન્સનું પ્રોડક્શન વધે છે. આ હોર્મોન શરીરની અન્ય કોશિકાઓને સ્ટ્રેસ ફ્રી કરવામાં મદદ કરે છે. તેનાથી શરીર અંદરથી મજબૂત બને છે અને ઈમ્યુન સેલ્સને વાયરસથી પ્રભાવિત બોડી પાર્ટ્સને ઓળખવામાં સરળતા રહે છે. જે બાદ ઈમ્યુન સેલ્સ પૂરા પાવર સાથે વાયરસ પર એટેક કરે છે.
8 થી 9 કલાકની ઉંઘ લોઃ ઉંઘ આપણા શરીરના ઈમ્યુન સેલ્સના ડિસ્ટ્રીબ્યૂશનમાં મદદ કરે છે. ઉઁઘ સમયે ઈમ્યુનિટી સિસ્ટમ માટે ઈન્ફેક્શન વાળી જગ્યા શોધીને ત્યાં સેલ્સને પહોંચાડવું સરળ હોય છે. ઈમ્યુન સેલ્સ વાયરસને ખતમ કરવાનું કામ કરે છે. આ રીતે ઉંઘ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
Disclaimer: નિષ્ણાતોની સલાહના આધારે આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.
કારમાં ડ્રાઇવર એકલો હોય તો પણ માસ્ક પહેરવો ફરજિયાત નહીંતર થશે દંડ, હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો