સુરતઃ સુરત સહિત સમગ્ર જિલ્લામાં કોરોનાના (Surat Corona Cases) કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. આ દરમિયાન સુરત જિલ્લામાં સંક્રમણ વધતા ગામડાઓ પણ લોકડાઉન તરફ વળી રહ્યા છે. આ દરમિયા કામરેજ તાલુકાના દિગસ (Digas Village) ગામે બેનર લગાવવામાં આવ્યા છે.
કામરેજના દિગસ ગામમાં એનઆરઆઈ(NRI)ની મોટી સંખ્યા છે. ઉપરાંત 15 દિવસ માટે ગામમાં આવવા-જવા માટે પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોરોનાનો ચેપ ન લાગે તે માટે બિનજરૂરી રીતે લોકોને ગામની બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામના ધાર્મિક સ્થળો (Religious Places) પણ બંધ કરવા આગેવાનો દ્વારા આદેશ કરાયો છે.
સુરત શહેર-જિલ્લાની શું છે સ્થિતિ
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો (Positive Cases) આંક 69464 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધીને 1210 થયો છે. ગતરોજ શહેરમાં 582 અને જિલ્લામાં 162 લોકો મળી કુલ 744 લોકોએ કોરોનાને માત આપી હતી. અત્યાર સુધીમાં કુલ 64355 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં 3899 એક્ટિવ કેસ છે.
કોના રિપોર્ટ આવી રહ્યા છે પોઝિટિવ
નવા નોંધાયેલા કેસમાં શહેરના ખાનગી અને સરકારી ડોકટરો, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, રિલાયન્સમાં જોબ કરનાર, ટેક્સટાઇલ વર્કર, નવીન ફ્લોરિન કંપનીના કર્મચારી, ન્યુ ઇન્ડિયા કો.ઓપ.બેન્કના કર્મચારી, લુથરાના મેનેજર, ડિઝાઈનર, ગુજરાત ગેસમાં નોકરી કરનાર, પોલીસ વિભાગના પીએસઆઇ, ઇન્સ્યોરન્સ એજન્ટ, એલ એન્ડ ટીના કર્મચારી, અંકલેશ્વરમાં આઈસસ્ક્રીમ શોપ ધરાવનાર, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા, હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અને સિટીલાઇટ પર કેક શોપ ચલાવનાર સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કારમાં ડ્રાઇવર એકલો હોય તો પણ માસ્ક પહેરવો ફરજિયાત નહીંતર થશે દંડ, હાઇકોર્ટે આપ્યો મોટો ચુકાદો