ઉનાળામાં આપને રોજ તરબૂચ ખાવું જોઈએ. તે વજન ઘટાડવામાં મદદ કરે છે અને પાચન સારું રહે છે. તરબૂચ ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ પણ ઓછું થાય છે. જાણો તરબૂચના ફાયદા.
ઉનાળામાં તરબૂચ એ દરેકનું પ્રિય ફળ છે. તરબૂચ ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે. તરબૂચ વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. તરબૂચમાં લગભગ 92 ટકા પાણી હોય છે જે તમારા શરીરને હાઇડ્રેટ રાખે છે. તરબૂચમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો દરરોજ તરબૂચ ચોક્કસ ખાઓ. તમે તરબૂચમાંથી બનાવેલ જ્યુસ અથવા અન્ય વાનગી પણ ખાઈ શકો છો. લાલ, મીઠા અને રસદાર તરબૂચ જોઈને કોઈને ખાવાની લાલચ સ્વાભાવિક પણે પણ થાય છે.
તરબૂચ બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ઉપકારક છે. તેનાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે અને પાચનમાં સુધાર આવે છે. જે લોકો ખાલી પેટ તરબૂચ ખાઇ છે. તેની સ્કિન અને હેર વધુ હેલ્ધી રહે છે.
વેઇટ લોસમાં મદદગાર
તરબૂચ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તરબૂચ ભલે એક મધુર ફળ હોય, પરંતુ તેમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. ડાયેટિંગ કરનારા લોકોને તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે. તરબૂચ ખાવાથી પેટ ઝડપથી ભરાય છે અને પાચનક્રિયા સારી રહે છે. વજન ઘટાડવા માટે તરબૂચ શ્રેષ્ઠ ફળ છે.
શરીરને હાઇડ્રેઇટ રાખે છે
તરબૂચમાં પાણીની માત્રા 92 ટકા હોય છે. એવામાં ગરમીમાં તરબૂચનું સેવન શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે. તરબૂચ પાણીથી ભરપૂર હોવાથી બોડીને હાઇડ્રેઇટ રાખે છે. ગરમીમાં તરબૂચ ખાવાથી શરીરને ઠંડક મળે છે. ગરમીમાં રોજ તરબૂચનું સેવન અવશ્ય કરવું જોઇએ
બ્લડપ્રેશર નિયંત્રિત રાખે છે
તરબૂચમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તરબૂચમાં લાઈકોપીન એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમને હૃદય રોગથી બચાવે છે. તેનાથી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્લડ ક્લોટિંગની સમસ્યા ઓછી થાય છે.
હાર્ટને હેલ્ધી રાખે છે
આજકાલ હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ વધી ગયું છે. બહુ નાની ઉંમરમાં હાર્ટ અટેક સ્ટ્રોકનો ખતરો વધી રહ્યો છે.આ સ્થિતિમાં જે લોકો તરબૂચનું સેવન કરે છે અને લાંબા સમય સુધી તેનું હાર્ટ હેલ્ધી રહે છે. તરબૂચમાં લાઇકોપીન નામનું એન્ટીઓક્સિડન્ટ હાર્ટને હેલ્ધી રાખે છે.
પાચનતંત્રને દુરસ્ત રાખે છે
ગરમીમાં પેટ સંબંધિત સમસ્યા વધી જાય છે. આ સ્થિતિમાં ગરમીમાં તરબૂચ ખાવું હિતાવહ છે. તરબૂચમાં બહુ સારી માત્રામાં ફાઇબર હોય છે. જેનાથી પાચનતંત્ર સ્વસ્થ અને મજબૂત બને છે. પેટને સ્વસ્થ રાખવા માટે આપને ગરમીમો રોજ તરબૂચનું સેવન કરવું જોઇએ।
વાળ અને સ્કિન હેલ્ધી રાખે છે
તરબૂચ ખાવાથી વાળ અને ત્વચા પણ સારી રહે છે. વિટામિન સી અને વિટામીન એ ભરપૂર માત્રામાં મોજૂદ છે. જેનાથી કોલાજનનું નિર્માણ થાય છે. તરબૂચના સેવનથી લાંબા સમય સુધી યંગ રહી શકાય છે.તરબૂચના સેવનથી સ્કિન રિપેર થાય છે અને તેમાં મોજૂદ વિટામિન એ કોશિકાને રિપેર કરે છે.