ઉનાળો એ વજન ઘટાડવાની શ્રેષ્ઠ ઋતુ છે. આ ઋતુમાં એવા ઘણા ફળ છે, જેને ખાવાથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. ઉનાળામાં હેલ્થી લિકવિડથી આપ સરળતાથી વજન ઘટાડી શકો છો.


ઉનાળાની ઋતુ વજન ઘટાડવા માટે યોગ્ય છે. ડાયટમાં પાણીવાળા  ફળો સામેલ કરીને સરળતાથી વેઇટ લોસ કરી શકો છો.


ઉનાળામાં, આપ આવો આહાર લઈ શકો છો જે વજન ઘટાડવામાં મદદ કરશે. ઉનાળામાં, ખોરાક ખાવા કરતાં વધુ  પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવે છે. આપ  પુષ્કળ પાણી, શરબત, જ્યુસ અને લીંબુ પાણી પી શકો છો. આ સિવાય આ સિઝનમાં પાણીથી ભરપૂર ફળો અને શાકભાજી પણ આવે છે, જેને પૂરતા પ્રમાણમાં ખાઈને તમારું વજન સરળતાથી ઘટાડી શકાય છે.


તરબૂચ- તરબૂચ ઉનાળામાં દરેકનું પ્રિય ફળ છે. તે પાણીથી ભરપૂર ફળ છે. તરબૂચમાં 92 ટકા પાણી હોય છે. તરબૂચ ખાવાથી પેટ સરળતાથી ભરાય છે અને શરીરને ખૂબ જ ઓછી કેલરી મળે છે. તરબૂચમાં વિટામિન A, B6, C, એમિનો એસિડ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે.


કેરી- ઉનાળો એટલે કેરીની ઋતુ, આ ઋતુમાં ફળોનો રાજા કેરી પણ આવે છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને કેરી ખૂબ જ પ્રિય હોય છે. કેરી ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. કેરી માત્ર ખાવામાં જ સ્વાદિષ્ટ નથી પરંતુ તે ઘણા પોષક તત્વોથી પણ ભરપૂર છે. કેરીમાં વિટામિન એ, સી અને ડી મળી આવે છે. કેરીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.


પાઈનેપલ- ઉનાળામાં પાઈનેપલ પણ ભરપૂર માત્રામાં આવે છે, અનાનસમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પાઈનેપલ વિટામિન સીનો સારો સ્ત્રોત છે. તેમાં ઘણા બધા એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. પાઈનેપલ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેને ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને ભૂખ નથી લાગતી.


 


 પીચ- પીચમાં ઘણા બધા વિટામિન અને મિનરલ્સ હોય છે, જેના કારણે  શરીરને ભરપૂર માત્રામાં પોષક તત્વો મળે છે. પીચ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે, પાચનતંત્ર મજબૂત બને છે, સ્કિન ગ્લોઇંગ બને છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.